જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાની સળંગ ત્રીજી જીત, હીરા જોટવાએ કહ્યું; 'હારની સમીક્ષા કરીશું'

junagadh Lok Sabha Chunav Result 2024: જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે આજે વહેલી સવારથી મતગણતરી શરૂ થઈ હતી. રાજેશ ચુડાસમાએ પોતાની જીત બાદ મતદાતાઓનો આભાર માન્યો હતો અને જિલ્લાના વિકાસના નિરંતર કામો કરવા એ તેનું સપનું હોવાની વાત જણાવી હતી.

 જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાની સળંગ ત્રીજી જીત, હીરા જોટવાએ કહ્યું; 'હારની સમીક્ષા કરીશું'

junagadh Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું. જે અંતર્ગત જુનાગઢ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની સતત ત્રીજી વખત જીત હાસીલ થઈ હતી. રાજેશ ચુડાસમાએ પોતાની જીત બાદ જિલ્લાના વિકાસના કામ કરવા એ જ તેનું ડ્રીમ હોવાની વાત જણાવી હતી.

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે આજે વહેલી સવારથી મતગણતરી શરૂ થઈ હતી. રાજેશ ચુડાસમાએ પોતાની જીત બાદ મતદાતાઓનો આભાર માન્યો હતો અને જિલ્લાના વિકાસના નિરંતર કામો કરવા એ તેનું સપનું હોવાની વાત જણાવી હતી. રાજેશ ચુડાસમા સતત ત્રીજી વખત જૂનાગઢ લોકસભા બેઠક ઉપરથી ચૂંટાયા છે. 

બીજી તરફ કોંગ્રેસના હીરા જોટવાય પોતાની હાર સ્વીકારી હતી અને પ્રજાના નિર્ણયને શિરોમાન્ય જણાવ્યું હતું. ઉપરાંત હારની સમીક્ષા કરીશું તે વાત પણ તેઓએ જણાવી હતી.. આગામી દિવસોમાં પણ પ્રજાના કામ કરતા રહેશું તેવી વાત હીરા જોટવાએ જણાવી હતી.

જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 10 લાખ 57 હજાર મત માંથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને 5 લાખ 78 હજાર 516 મત મળ્યા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર 4 લાખ 44 હજાર 156 મત મળેલ. ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ 1 લાખ 34 હજાર 260 મતથી જીત મેળવી હતી. નોટાને 13 હજાર 434 મત મળેલ હતા.

જુનાગઢ લોકસભા બેઠક સોરઠની અતિ મહત્વની બેઠક માનવામાં આવે છે ત્યારે ભાજપે ફરી અહીં ભગવો લહેરાવતા કોંગ્રેસની હાથ ફરી નિરાશા સાપડી હતી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news