JUNAGADH: એટલો વરસાદ થયો કે સિંહ હજારો પગથીયા ચડી ગયો !

જિલ્લાના માણાવદર શહેરમાં બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ તુટી પડ્યો હતો. જેના પગલે રસ્તા અને બજારોમાં નદીઓ વહેતી થઇ હતી. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે મેઘરાજા મનમુકીને વરસતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી હતી. જુનાગઢ જિલ્લાના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા. 
JUNAGADH: એટલો વરસાદ થયો કે સિંહ હજારો પગથીયા ચડી ગયો !

જૂનાગઢ : જિલ્લાના માણાવદર શહેરમાં બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ તુટી પડ્યો હતો. જેના પગલે રસ્તા અને બજારોમાં નદીઓ વહેતી થઇ હતી. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે મેઘરાજા મનમુકીને વરસતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી હતી. જુનાગઢ જિલ્લાના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા. 

સવારથી જ મેઘરાજાની સવારી જૂનાગઢ જિલ્લામાં આવી પહોંચી હતી. અલગ અલગ તાલુકાઓમાં તબક્કાવાર રીતે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ તોફાની વરસાદના કારણે અનેક સ્થળો પર વિજળી ગુલ થઇ હતી. અનેક સ્થળોએ ટીસીમાં ફોલ્ટ સર્જાયા હતા તો અનેક સ્થળો પર વિજવાયર તુટી જતા સ્થાનિક વિજતંત્રની ટીમો દોડતી થઇ હતી. હાલ તો મેઘસવારી આવી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આ વરસાદના કારણે પાકને નવજીવન મળ્યું છે. 

જો કે જંગલ વિસ્તારમાં વરસાદ પડવાનાં કારણે પ્રાણીઓની કફોડી હાલત થઇ હતી. ખાસ કરીને સિંહની કારણ કે સિંહ ભેજવાળા વાતાવરણ અને ભીની જમીનને પસંદ નથી કરતો. તેમાં પણ ખાસ કરીને વરસાદ બાદ થતી જીવાતથી બચવા માટે સિંહ રોડ પર આવી જતા હોય છે. જો કે જુનાગઢમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. સિંહ છેક જુનાગઢના ડુંગર પર આવેલા દાતાર સુધી પહોંચી ગયો હતો. કોયલા વજીરની જગ્યા પાસે સિંહ આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. દાતાર દર્શન કરવા આવતા યાત્રીકોએ સિંહ દર્શનનો પણ લ્હાવો લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દાતાર અને ગીરનાર જંગલમાં 50 થી વધુ સિંહ વસવાટ કરે છે. સિંહ પરીવાર અનેકવાર દાતારની સીડી પર જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news