પસંદ આવી રહી નથી આ સર્વિસ, જલદી જ ટેલિફોનની માફક બદલી શકશો કંપની
જો તમારા ઘરે વિજળી સપ્લાય કરનાર કંપનીની સર્વિસ પસંદ આવી રહી નથી, અથવા વિજળીનું બિલ વધુ આવી રહ્યું છે, તો આગામી સમયમાં તમે મોબાઇલ ઓપરેટરની માફક પોતાની વિજ કંપની પણ બદલી શકશો. સરકાર આ સંબંધ સંબંધમાં એક બિલ ખૂબ જલદી સંસદમાં લાવી શકે છે.
Trending Photos
Electricity Portability: જો તમારા ઘરે વિજળી સપ્લાય કરનાર કંપનીની સર્વિસ પસંદ આવી રહી નથી, અથવા વિજળીનું બિલ વધુ આવી રહ્યું છે, તો આગામી સમયમાં તમે મોબાઇલ ઓપરેટરની માફક પોતાની વિજ કંપની પણ બદલી શકશો. સરકાર આ સંબંધ સંબંધમાં એક બિલ ખૂબ જલદી સંસદમાં લાવી શકે છે.
મોનસૂન સત્રમાં આવશે બિલ
કેન્દ્રીય વિજળી મંત્રી આર.કે. સિંહે ગુરૂવારે જણાવ્યું કે સરકાર ઇલેક્ટ્રિસિટી (સંશોધન) બિલ 2021 આ વર્ષે મોનસૂત્ર સત્રમાં લાવી શકે છે. આ બિલ લોકોને ઘણી વિજ કંપનીઓમાંથી એકની પસંદ કરવાની આઝાદી આપશે, જેવી રીતે અત્યારે અત્યારે મોબાઇલ ઓપરેટર્સના સંબંધમાં છે. આર કે સિંહે આ વાતો ઇન્ડીયા એનર્જી ટ્રાંસમિશન સમિટ 2022 ને સંબોધિત કરતાં કહી. આ સંમેલનનું આયોજન ફિલ્લીએ કર્યું હતું. આ વખતે મોનસૂન સત્ર જુલાઇના અંત સુધી શરૂ થવાની આશા છે.
બજારમાં વધશે સ્પર્ધા
આ બિલને લાવવાનો હેતું વિજળી વિતરણના કારોબારને લાઇસન્સથી મુક્ત બનાવવાનો છે. તેનાથી બજારમાં સ્પર્ધા વધશે. એટલું જ નહી આ બિલનો હેતુ ગ્રાહકોના હિતમાં વિજળી અપીલીય ન્યાયાધિકરણને મજબૂત બનાવવાનો પણ છે. તેના માટે સરકાર દરેક વિજળી આયોગમાં કાનૂનની પૃષ્ઠભૂમિથી આવનાર એક સભ્યની નિયુક્તિ કરશે. સાથે જ ગ્રાહકોના અધિકારો અને જવાબદારીઓને પરિભાષિત કરશે.
પવન ઉર્જા ખરીદવી જરૂરી
આર કે સિંહે એ પણ કહ્યું કે વિજળી કંપનીઓને સ્વચ્છ ઉર્જાનીક ખરીદી કરવા માટે કહેવામાં આવશે. સાથે જ પવન ઉર્જાની ખરીદી માટે અલગ પ્રતિબદ્ધતા નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત મંત્રાલયે અરૂણાચલ પ્રદેશમાં 30,000 મેગાવોટના હાઇડ્રો પાવર પ્રોજેક્ટને લગાવવાની યોજનાને અંતિમ રૂપ આપવામાં આવે છે. સાથે જ જમ્મૂ કાશ્મીરમાં પણ 5 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ શરૂ કરવાના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે