ગુજરાતના સંતોનો હુંકાર! 'આવી ગયો ધર્મ યુદ્ધનો સમય, હવે ન જાગ્યા તો બદલાઈ જશે તિરંગાનો કલર'

પુસ્તકોમાં લખેલી ખોટી માહિતી શોધીને તેને દૂર કરવામાં આવશે. ધાર્મિક પુસ્તકોમાં કોઈપણ ઈરાદાથી છાપવામાં આવેલી ખોટી અને અયોગ્ય માહિતી નહીં ચલાવી લેવામાં આવે. સંત સંમેલનમાં નિર્ણય લેવાયા બાદ મોરારિ બાપુ અને રમેશ ઓઝાને આ અંગેનું કામ સોંપવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાતના 100 સંતોએ એક સ્વરે કહ્યું હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન હવે કોઈપણ ભોગે નહીં ચાલે.

  • સંત સંમેલનમાં વિવિધ સમિતિની રચના કરાઈ

  • દ્વારકાના શંકરાચાર્યને બનાવાયા ધર્મ રક્ષણ સમિતિના અધ્યક્ષ

    પુસ્તકોમાં લખેલા ખોટા લખાણો શોધી બહાર લાવશે

    લખાણ દૂર નહીં થાય તો કાયદાકીય લડતની તૈયારી

    સંત મહાસંમેલનમાં ધર્મની રક્ષા માટે સંતોનો હુંકાર

Trending Photos

ગુજરાતના સંતોનો હુંકાર! 'આવી ગયો ધર્મ યુદ્ધનો સમય, હવે ન જાગ્યા તો બદલાઈ જશે તિરંગાનો કલર'

ગૌરવ દવે, જૂનાગઢઃ આજે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં રાજ્યભરના સનાતન ધર્મના સાધુ-સંતો અને મહંતોનું એક મહાસંમેલન યોજવામાં આવ્યું. જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમમાં સનાતન સાધુ-સંતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંત મહાસંમેલનમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી. જૂનાગઢમાં 100થી વધુ સનાતન સાધુ-સંતોનું સંમેલન: કહ્યું, તમામ સંપ્રદાય એક જ છે, દેવી-દેવતાઓનું અપમાન સાંખી નહીં લેવાય. જૂનાગઢમાં યોજાયેલા સાધુ-સંતોના સંમેલનમાં સનાતન સંરક્ષણ સમિતિની કરાઈ રચના, સંરક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે મુક્તાનંદ બાપુની નિયુક્તિ કરવામાં આવી.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલા મુદ્દા પર મોટો નિર્ણય લઈને સાળંગપુર મંદિરના વહીવટી તંત્ર દ્વારા વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા હતા, પરંતુ સાધુ-સતો હજુ પણ નમતુ ન મૂકીને લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ધર્મ સંમેલન યોજાયા બાદ આજે જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમ ખાતે સાધુ-સંતોનું સંત સંમેલન યોજાયું છે. આ સંત સંમેલનમાં ગુજરાતભરના અનેક નામી-અનામી સાધુ-સંતો હાજર છે. સનાતન સાધુ-સંતોની હાજરીમાં આજે સનાતન ધર્મ માટે સંરક્ષણ સમિતિ સહિત વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે. સંત સંમેલનમાં ગુજરાતના 100થી વધારે સાધુ-સંતોએ એક સ્વરમાં કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ચલાવી લેવામાં આવશે નહીં. 

સાધુ-સંતોના સૂચનો બાદ બનાવાઈ સમિતિઃ 
સંત સંમેલનમાં ચૈતન્યશંભુ મહારાજે કહ્યું કે, ભારતમાં સનાતન ધર્મને ગાળો દેવાની ફેશન ચાલે છે. ગઈ 5મી તારીખે લીંબડી ખાતે બેઠક મળી હતી. જેમાં વિવિધ સિમિતિઓ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે સાધુ-સંતોના સૂચનો બાદ સમિતિ બનાવાવાનો નિર્ણય લેવાયો છે. દ્વારકા પીઠના અધ્યક્ષ શંકરાચાર્યજી સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ બન્યા છે. ચૈતન્યશંભુ મહારાજે કહ્યું કે, સનાતન એટલે હિન્દુ બીજી કોઈ વ્યાખ્યા નથી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા નિર્ણયો ગૌરક્ષનાથ આશ્રમમાં પણ લેવામાં આવશે. 

સંત સંમેલનમાં નિજાનંદ સ્વામી મહારાજે કહ્યું કે, જ્યારે હિન્દુ સમાજ જોકું ખાઈ જાય છે ત્યારે આપણે જાગીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયે જગાડ્યા છે. એટલે હું આ મંચ પરથી તેમનો આભાર માનીશ કે તમે અમને જગાડવાનું કામ કર્યું છે. પરંતુ હવે જગાડ્યા છે તો હવે તમે દાઝી ન જાવ એનું પણ ધ્યાન રાખજો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કહે છે કે 400-500 સાધુ સંતો લઈને ગેબીનાથ મહારાજ આવ્યા હતા, આ મંચ પરથી કહું છું કે જો કોઈ બીજા ગેબીનાથ મહારાજ જાગ્યાને તો વિદેશની ભૂમિ તમને નહીં સંઘરે. 

'સનાતધર્મની હાની સ્વીકારવામાં નહીં આવે'
ધર્મ ગુરુ જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વાણીવિલાસની સાથે-સાથે પુસ્તકોમાં પણ ગમે તેમ લખેલું છે, વાણીવિલાસ પુસ્તકોના આધારે થઈ રહ્યો છે. આ વાણીવિલાસ બંધ કેવી રીતે કરવો તેની આજે એક વ્યવસ્થા નક્કી કરવામાં આવશે. આજે બધા એક જ અવાજ રજૂ કરવાના છે, કોઈપણ સંપ્રદાય દ્વારા થતી સનાતધર્મની હાની સ્વીકારવામાં નહીં આવે,  સનાતન ધર્મ વિશે જે કોઈ ઘસાતું કરશે તેને જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ સાથે આજે બધા એક થઈને નિર્ણય લેશે. 

આ મામલે ભારતી આશ્રમના મહંત ઋષિભારતી બાપુએ કહ્યું હતું કે, આ કાયમી સોલ્યુસન નથી, સાળંગપુર મંદિરમાંથી ભીંતચિત્રો જ હટાવાયા છે. અમારા 11 મુદ્દામાંથી એક મુદ્દા પર જ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડવાના પ્રયાસો થયા છે, તે ભાગ હંમેશા દૂર થાય એ અમારી માંગણી છે. એટલા માટે સનાતન ધર્મના તમામ સાધુ-સંતોનું સ્ટેન્ડ યથાવત છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય મંદિરોમાં જ્યાં પણ દેવી-દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયાસ થયો છે એવા ભીંતચિત્રો  કે એવી મૂર્તિઓ પણ દૂર કરવી જોઈએ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news