દાદી, પૌત્ર અને હવે બાકી હતું તો બહેન પણ જુઠ્ઠુ બોલવા આવી ગઇ: જીતુ વાઘાણી
અમરેલીના લાઠી ખાતે યોજાયેલ ભાજપના કાર્યકર્તા સંમેલન અને કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે જીતુ વાઘાણીએ નહેરૂ ગાંધી પરિવાર પર પ્રહાર કરતા કહ્યું કે, આખો પરિવાર જુઠ્ઠો છે.
Trending Photos
કેતન બગડા, અમરેલી: લોકસભા ચૂંટણીની શરૂઆત થવાને હવે થોડાક દિવોસ બાકી રહ્યાં છે. ત્યારે ચૂંટણી પ્રચારને લઇને રાજકીય નેતાઓના વિવાદાસ્પદ ભાષણો પણ શરૂ થઇ ગયા છે. તેને લઇ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જીતુ વાઘાણી નહેરૂ ગાંધી પરિવાર પર વિવાદાસ્પદ નિવેદન આપતા નજરે પડી રહ્યાં છે. જેમાં તેમણે નહેરૂ ગાંધી પરિવારને જુઠ્ઠો કહ્યો છે.
અમરેલીના લાઠી ખાતે યોજાયેલ ભાજપના કાર્યકર્તા સંમેલન અને કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે જીતુ વાઘાણીએ નહેરૂ ગાંધી પરિવાર પર પ્રહાર કરતા કહ્યું કે, આખો પરિવાર જુઠ્ઠો છે. સતત જુઠ્ઠુ બોલતા આ પરિવારમાં રાહુલ, તેની દાદી, નહેરૂ અને હવે બાકી રહ્યું તો બહેન પણ આવી ગઇ છે.
આ ઉપરાંત જીતુ વાઘાણીએ રોબર્ટ વાડ્રા પર ટિપ્પણી કરતા કહ્યું કે, પ્રિંયકા ગાંધીના રાજકારણ પ્રવેશ પર રોબર્ટ વાડ્રાએ કોંગ્રેસીઓને પ્રિયંકાને સાચવવાની વાત પર પણ ટિપ્પણી કરી હતી. સમગ્ર પરિવાર જુઠ્ઠુ બોલવાવાળો છે. દાદી, પૌત્ર અને હવે બાકી હતું તો બહેન પણ આવી ગઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે