આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર

અંબાજી મંદિરમાં પણ પ્રથમ દિવસે મંગળા આરતી કર્યાના પ્રારંભે આજે વહેલી સવારે મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર

જયદેવ દવે, અંબાજી: આજે નવરાત્રીના પ્રથમ દિવસે માતાજી સૈલપુત્રી સ્વરૂપે પુજાય છે. અંબાજી મંદિરમાં પણ પ્રથમ દિવસે મંગળા આરતી કર્યાના પ્રારંભે આજે વહેલી સવારે મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.

આ શક્તિનાં પર્વ સમાન ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે 51 શક્તિપીઠમાંના એક શક્તિપીઠ અંબાજી ધામમાં માતા પાર્વતીનું હૃદયનો ભાગ પડ્યો હોવાથી અંબાજી શક્તિપીઠ તરીકે મનાય છે. ત્યારે ચૈત્રી નવરાત્રીનાં પ્રારંભે આજે વહેલી સવારે મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યાં છે.

આજે નવરાત્રીનાં પ્રથમ દિવસે માતાજી સૈલપુત્રી સ્વરૂપે પુજાય છે. અંબાજી મંદિરમાં પણ પ્રથમ દિવસે મંગળા આરતી કર્યા બાદ ઘટસ્થાપના કરવામાં આવતી હોય છે. આમ તો અંબાજી મંદિરમાં નવરાત્રી પ્રારંભે મંગળા આરતીનો વિશેષ મહત્વ હોવાથી આરતીમાં શ્રદ્ધાળુંઓનો ઘોડાપુર ઉમટી પડે છે.

આમ તો વર્ષ દરમિયાન બે નવરાત્રી આવતી હોય છે. જેમાં એક આશોની નવરાત્રી જે સારદીય નવરાત્રી તરીકે મનાય છે. ત્યારે આ ચૈત્રી નવરાત્રીએ વાસંતીક નવરાત્રી તરીકે મનાવવામાં આવે છે. આજથી સવંત વર્ષની નવા વર્ષમાં પ્રવેશ કરતો હોવાથી હિન્દુ ધર્મમાં આજનાં દિવસે નવાવર્ષનાં પ્રારંભ તરીકે પણ માનવામાં આવે છે અને આજથી સવંતના નવા વર્ષની શરૂઆત પણ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news