જેતપુરમાં ધોલાઈ ઘાટના ઝઘડામાં જૂથ અથડામણ, આધેડનું મોત, એક યુવાન લોહીલૂહાણ, કારમાંથી હથિયારો મળ્યા
જેતપુર એક ઔધિગિક શહેર છે. અહી સાડી પ્રિન્ટિંગ માટે ખૂબ પ્રખ્યાત છે દરરોજ હજારો સાડી પ્રિન્ટિંગ થાય છે. જે પ્રિન્ટિંગ થયા બાદ તેને ધોલાઈ માટે મોકલવા આવે છે તે આજુ બાજુ ગામો ચાલતા ઘાટોમાં મોકલવા આવે છે
Trending Photos
ઝી ન્યૂઝ/જેતપુર: જેતપુરના મોણપર ગામે સાડીના ધોલાઈ ઘાટ બાબતે ઘણા સમયથી એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે ઝઘડો ચાલતો હતો.જેમાં તારીખ 6 એપ્રિલના રોજ એક જૂથના આધેડ દેરડી ગામે બેઠા હતા ત્યારે સામેના જૂથના પિતા પુત્રએ ધારિયા-કુહાડી અને ધોકાથી હુમલો કરી તેનું ઢીમ ઢાળી દીધું હતું.
શું હતી ઘટના?
જેતપુર એક ઔધિગિક શહેર છે. અહી સાડી પ્રિન્ટિંગ માટે ખૂબ પ્રખ્યાત છે દરરોજ હજારો સાડી પ્રિન્ટિંગ થાય છે. જે પ્રિન્ટિંગ થયા બાદ તેને ધોલાઈ માટે મોકલવા આવે છે તે આજુ બાજુ ગામો ચાલતા ઘાટોમાં મોકલવા આવે છે. તે જ ધોલાઈ ઘાટને લઇને ઝગડો હત્યા સુધી પહોંચી ગયો..
જેતપુરના મોણપર ગામે સાડીના ધોલાઈ ઘાટ બાબતે ઘણા સમયથી એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે ઝઘડો ચાલતો હતો જેમાં આજે એક જૂથના આધેડ દેરડી ગામે બેઠા હતા ત્યારે સામેના જૂથના પિતા પુત્રએ ધારિયા-કુહાડી અને ધોકાથી હુમલો કરી તેનું ઢીમ ઢાળી દીધું હતું. જ્યારે હુમલો કરનાર યુવાનને પણ માથામાં ઇજા પહોંચતા તેને પણ લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પીટલ લાવવામાં આવ્યો હતો. બંને જૂથના લોકો હોસ્પીટલ ખાતે હાજર હોય વાતાવરણ તંગ થઈ જતા હોસ્પીટલ અને મોણપર ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
હત્યા ક્યાં કારણે થઈ....
જેતપુર તાલુકાનાં દેરડી ગામે સાડીનાં ધોલાઈ ઘાટ બાબતે મોણપર ગામના એક સમાજના બે જૂથ વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી.જેમાં આઠેક દિવસ પૂર્વે ઝઘડો પણ થયેલ. જેમાં આજે એક જૂથના કટુભાઈ ધાંધલ મોણપર અને જેતપુરની વચ્ચે આવેલ દેરડી ગામે નિત્યક્રમ મુજબ સવારે બાંકડે બેઠા હતા. ત્યારે હરીફ જૂથના બાઘુભાઈ ધાંધલ અને તેમનો પુત્ર રવુભાઇ બંને એક ગાડીમાં હથિયારો સાથે ઘસી આવેલ અને કટુભાઈ કઈ સમજે તે પહેલાં જ તેમના પર કુહાડી, ધારીયા અને ધોકા વડે તૂટી પડ્યા, અને જોતજોતામાં ત્યાં ભાગમભાગી થઈ પડી હતી.
આ બાજુ કટુભાઈ સાથે દુકાન પર બેસેલ તેમનો કૌટુંબિક ભત્રીજા કિશોરભાઈ પણ ત્યાં હાજર હોય તેઓએ તરત જ કટુભાઈના ભાઈ ભરતભાઇ તેમજ પરીવારજનોને જાણ કરતા તમામ લોકો દેરડી ગામ પહોંચતા લોહી નીતરતી હાલતમાં કટુભાઈ રસ્તા વચ્ચે પડ્યા હતાં. જેથી તેઓને તરત જ સારવાર માટે ખાનગી ગાડીમાં જેતપુર સરકારી હોસ્પીટલ લાવવામાં આવ્યા હતાં. હોસ્પીટલ ખાતે ફરજ પરના ડોકટર કટુભાઈને તપાસી મૃત જાહેર કરતા દેકારો બોલી ગયો અને વાતાવરણ તંગ બની ગયું હતું.
આ બાજુ જેના પર હુમલો કરનાર બાઘુભાઈના પુત્ર રવુભાઈને પણ માથામાં ઇજા પહોંચી હોય તે પણ સારવાર માટે પેલાંથી જ સરકારી હોસ્પીટલ ખાતે હાજર હોય બંને જૂથ ભેગા થઈ જતાં વાતાવરણ ઉગ્ર બની ગયું. પરંતુ પોલીસ સમયસર પહોંચી જતાં માથાકૂટ થતા સહેજમાં રહી ગઈ હતી. ઇજાગ્રસ્ત રવુભાઈ પોતે જ તેના પિતા સાથે ગાડી હંકારી હોસ્પીટલ આવ્યા હતા તે ગાડી પોલીસની નજરમાં આવતા ગાડીમાં લોહીના નિશાનવાળી કુહાડી, ધારીયા અને ધોકા નજરે પડતા પોલીસે હથિયારો સાથે XUV ગાડી કબ્જે લીધી હતી.
મૃતકના ભત્રીજા કિશોરભાઈ ધાંધલે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદ મુજબ કટુભાઇ આજે વહેલી સવારે તેમના ઘરે હતા ત્યારે રવુભાઈ, બાઘુભાઈ, ભાવેશભાઈ ભીખુભાઇ ધાંધલ, પ્રકાશભાઈ દાદભાઈ ધાંધલ અને દેવકુભાઈ દાદભાઈ ધાંધલ તેમને ઘરે મારવા માટે આવેલ હતાં. કટુભાઈ આ હુમલાખોરોથી બચી તેમના વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરવા જેતપુર આવતા હતાં ત્યારે રસ્તામાં રવુભાઈ અને તેના પિતા બાઘુભાઈ દેરડી ગામે ગાડીમાં આવી કટુભાઈ પર હથીયારો વડે હુમલો કરી તેની હત્યા નિપજાવી નાંખી હતી.
પોલીસે ફરિયાદીની ફરીયાદ પરથી બાઘુભાઈ, તેમનો પુત્ર રવુભાઈ સામે હત્યાની તેમજ અન્ય 4 લોકો સામે એકસમાન ઈરાદો પાર પાડવા કાવતરું રચી જાનથી મારી નાખવાની ધમકી આપી હત્યા નિપજાવવાની ફરીયાદ નોંધી આરોપી બાઘુ ભાઈ ધાંધલ અને રવું ભાઈ ધાંધલ બંને પિતા પુત્રની ધરપકડ કરી અન્ય બાકીના આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. હાલ તો એક સાડીના ધોલાઈ ઘાટ ને લઈને થયેલ માથાકૂટમાં એક જ સમાજના એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું અને પિતા પુત્રને જેલમાં જવાનો વારો આવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે