ભુજના 9 વર્ષીય કિઆને આંખે પટ્ટો બાંધીને સોલ્વ કરી મોટી ગેમ, એક જ સમયે 2 પ્રવૃતિઓ કરીને સ્થાપ્યો રેકોર્ડ
આમ તો કિઆને અગાઉ કરેલા 3 પ્રયત્નમાં એક વખત આંખે પટ્ટો બાંધીને સ્કેટિંગ કરતા કરતા 52 સેકન્ડની અંદર rubik''''s cube solve કર્યો હતો પરંતુ તેમાં તેને સતત સ્કેટિંગ ના કરતા તેને વર્લ્ડ રેકોર્ડ માટે ફરીથી પ્રયત્ન કરવો પડ્યો હતો.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: સોશિયલ મીડિયાના સમયમાં રોજ લોકો પોતાના ટેલેન્ટ થકી કંઈક ને કંઈ અલગ કરીને રાતોરાત ચર્ચામાં આવી જતા હોય છે અને ફેમસ થઈ જતાં હોય છે. જેમાં હાલમાં ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા અવનવી રીલના ટ્રેન્ડ અને યુટ્યુબ શોર્ટ વિડિયો માટે લોકો ખૂબ જ મહેનત કરીને કન્ટેન્ટ બનાવી રહ્યા છે.એવી જ રીતે ભુજના 9 વર્ષીય કિઆને આંખે પટ્ટો બાંધીને સ્કેટિંગ કરીને 59 સેકન્ડમાં 3 × 3 સાઈઝનો rubik''''s cube સોલ્વ કર્યું છે અને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું છે.
કિઆન છેલ્લાં 2 વર્ષથી સ્કેટિંગ કરી રહ્યો છે અને છેલ્લાં 6 મહિનાથી 3 × 3 સાઈઝનો rubik''''s cube સોલ્વ કરી રહ્યો છે અને 7 મહિનાથી આંખે પટ્ટો બાંધીને વસ્તુઓ ઓળખવાનો અભ્યાસ કરી રહ્યો છે અને સતત ઝડપથી rubik''''s cube સોલ્વ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.કિઆનને બાળપણથી જ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં રસ હોવાનું તેના માતાપિતાએ જણાવ્યું હતું આ ઉપરાંત કિઆનને તેના દાદા-દાદી અને માતા-પિતા આ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન પણ પૂરું પાડે છે.
કિઆન જે ક્લાસીસમાં સ્કેટિંગની પ્રેક્ટિસ કરવા જાય છે ત્યાંના શિક્ષકે કિઆનના આંખે પટ્ટો બાંધીને 3 × 3 સાઈઝનો rubik''''s cube ઉકેલવાના ટેલેન્ટને ધ્યાનમાં રાખીને તેને આંખે પટ્ટો બાંધીને સ્કેટિંગ કરતા કરતા ઝડપથી rubik''''s cube solve કરવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે પ્રયત્ન કરવા જણાવ્યું હતું. જે માટે કિઆનના માતા ધારાબેન અને પિતા રૂતુલ ભાઈએ તેને સતત માર્ગદર્શન અને સહકાર આપ્યો હતો.
કિઆનના માતા ધારાબેને કિઆનને વર્લ્ડ રેકોર્ડ માટે અરજી કરવાની તમામ ઓનલાઇન પ્રક્રિયા કરી હતી અને ત્યાર બાદ ભુજના એરપોર્ટ રોડ પર કિઆને આંખે પટ્ટો બાંધીને સ્કેટિંગ કરતા કરતા 3 × 3 સાઈઝનો rubik''''s cube ઉકેલવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેણે થોડો વધારે સમય લીધો હતો અને ફરી પ્રયત્ન તે કરતો ગયો તેમજ 3 વખત તેને પ્રયત્ન કર્યા બાદ ચોથા પ્રયત્ને તેને 59 સેકન્ડમાં 3 × 3 સાઈઝનો rubik''''s cube ઉકેલ્યો હતો અને તેનો વિડિયો તેના માતા પિતાએ રોકોર્ડ કરીને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે મોકલ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આમ તો કિઆને અગાઉ કરેલા 3 પ્રયત્નમાં એક વખત આંખે પટ્ટો બાંધીને સ્કેટિંગ કરતા કરતા 52 સેકન્ડની અંદર rubik''''s cube solve કર્યો હતો પરંતુ તેમાં તેને સતત સ્કેટિંગ ના કરતા તેને વર્લ્ડ રેકોર્ડ માટે ફરીથી પ્રયત્ન કરવો પડ્યો હતો અને ત્યાર બાદ ચોથા પ્રયત્ને તેને વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.
કિઆને એક જ સમયે આંખે પટ્ટો બાંધીને સાથે સ્કેટિંગ કરીને એમ એક સાથે બે પ્રવૃત્તિઓ કરીને સૌથી ઝડપી 59 સેકન્ડમાં rubik''''s cube solve કરીને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવીને સિદ્ધિ હાંસલ કરી હતી.કિઆનના નાની વયે પોતાના ટેલેન્ટ અને વર્લ્ડ રેકોર્ડથી ના માત્ર કિઆનના પરિવાર પરંતુ સમગ્ર ભુજની સાથે સાથે કચ્છનું પણ નામ રોશન કર્યું છે અને તેના આ વર્લ્ડ રેકોર્ડથી તેના પરિવારમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી.
કિઆને જણાવ્યું હતું કે છેલ્લાં 2 વર્ષથી તે સ્કેટિંગ અને છેલ્લાં 6 મહિનાથી આંખે પટ્ટો બાંધીને rubik''''s cube solve કરી રહ્યો છે અને સતત પ્રેક્ટિસ કરી રહ્યો છે. તેને તેના શિક્ષકના માર્ગદર્શનથી એક જ સમયે આંખે પટ્ટો બાંધીને અને સાથે સ્કેટિંગ કરીને સૌથી ઝડપી 59 સેકન્ડમાં rubik''''s cube solve કરીને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.જો કે તેને આ રેકોર્ડ માટે 4 વખત પ્રયત્ન કર્યો હતો પરંતુ રેકોર્ડ સ્થાપિત કરતા ઉત્સાહ અને ખુશીની લાગણી અનુભવે છે.
કિઆનના પિતા રૂતુલ શાહે જણાવ્યું હતું કે, નાની વયમાં તેણે એક સાથે બે પ્રવૃત્તિઓ કરીને સૌથી ઝડપી 59 સેકન્ડમાં rubik''''s cube solve કરીને બે જગ્યાએ તેને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવીને તેને તેના માતા પિતાનું નામ રોશન કર્યું છે.
કિઆનના માતા ધારા શાહે જણાવ્યું હતું કે, ઘણા સમયથી તે પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને જ્યારે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે નક્કી કરવામાં આવ્યું ત્યારે તેની નોંધણીની તમામ પ્રક્રિયા ઓનલાઈન કર્યા બાદ તેને 4 વખત આ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે પ્રયત્ન કર્યો હતો અને સ્કેટિંગ ની સાથે સાથે તેને આંખે પટ્ટો બાંધીને સૌથી ઝડપી rubik''''s cube solve કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જેની ખુશી પૂરા પરિવારને છે અને માતા તરીકે મને તેના પર ગૌરવ છે.કિઆને તેના દાદાનું સપનું પૂર્ણ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે