Vadodara: વડોદરામાં ધામધૂમપૂર્વક થશે જન્માષ્ટમીની ઉજવણી, સવારથી મંદિરમાં ભક્તોની ભીડ
આજે સમગ્ર વડોદરામાં મધ્યરાત્રીએ 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. સવારથી ગોત્રી ઇસ્કોન મંદિરે ભક્તો દર્શન કરવા આવી રહ્યાં છે.
Trending Photos
હાર્દિક દીક્ષિત, વડોદરાઃ આજે દેશ સાથે રાજ્યભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી કૃષ્ણ મંદિરોમાં ભક્તોની દર્શન કરવા માટે ભીડ જોવા મળી રહી છે. મહત્વનું છે કે પાછલા વર્ષે કોરોના સંકટને કારણે અનેક મંદિરો બંધ રહ્યા હતા. પરંતુ આ વર્ષે ભક્તો કૃષ્ણ જન્મના વધામણા કરવા તૈયાર છે. ત્યારે વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
ઇસ્કોન મંદિરે સવારથી ભક્તોની લાઇનો
આજે સમગ્ર વડોદરામાં મધ્યરાત્રીએ 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. સવારથી ગોત્રી ઇસ્કોન મંદિરે ભક્તો દર્શન કરવા આવી રહ્યાં છે. ઇસ્કોન મંદિરે ભક્તો રાત્રે 10.25 કલાક સુધી દર્શન કરી શકશે. તો મંદિર તંત્ર દ્વારા આપેલી માહિતી પ્રમાણે ભક્તો કૃષ્ણ જન્મોત્સવમાં ભાગ લઈ શકશે નહીં. સવારે ઇસ્કોન મંદિરમાં મંગળા આરતી અને શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારથી મંદિરમાં ભક્તો કરી રહ્યાં છે દર્શન
વડોદરા શહેરના તમામ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભક્તો નરસિંહજી મંદિર, વિઠ્ઠલ મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિરે પણ દર્શન માટે ઉમટી પડ્યા છે. તો ઇસ્કોન મંદિર બપોરે 1 કલાક અને સાંજે 4.30થી 10.25 કલાક સુધી ખુલ્લુ રહેશે. કૃષ્ણ જન્મોત્સવના દર્શન માટે મંદિરની બહાર એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે. કોરોનાને કારણે મોટી સંખ્યામાં ભક્તો મંદિરની અંદર ભેગા ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે