Janmashtami 2021: આજે જન્માષ્ટમી, ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા, જુઓ Photos

ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર સવારથી ઉમટી પડ્યું છે. ભક્તો ભગવાનની એક ઝલક મેળવવા માટે આવ્યા છે.

Janmashtami 2021: આજે જન્માષ્ટમી, ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા, જુઓ Photos

ડાકોરઃ આજે જન્માષ્ટમીનું પર્વ છે. ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોના ઘોડાપુર ઉમટ્યું છે. ભગવાનના દર્શન કરવા માટે સવારથી ભક્તોની લાઇનો લાગી છે. મહત્વનું છે કે પાછલા વર્ષે કોરોનાને કારણે મંદિરના પટ ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા. આ વર્ષે ભક્તોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની સાથે દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે. આજે ડાકોરમાં રાત્રે ધામધુમથી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.

સવારથી દર્શન માટે ભક્તોની લાઇનો લાગી
ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર સવારથી ઉમટી પડ્યું છે. ભક્તો ભગવાનની એક ઝલક મેળવવા માટે આવ્યા છે. ગયા વર્ષે કોરોના ના કારણે મંદિરના પટ ભકતો માટે બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે સરકારની ગાઈડલાઈન મુજબ ભક્તો દર્શન કરી શકે છે. કોરોનાની ગાઈડ લાઈન ભુલી અને ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા છે.  આજે ડાકોરમાં ઠાકોરજીને વિવિધ પ્રકારના અભિષેક કરીને સ્નાન કરાવવામાં આવશે. વિવિધ શણગાર સજાવવામાં આવશે અને છપ્પનભોગ ધરાવવામાં આવશે. રાજા રણછોડ છે પ્રિય એવી મિશરીનો પણ ભોગ મંદિરમાં લગાવવામાં આવશે. ભક્તોની ગયા વર્ષે રાજા રણછોડના દર્શન નથી કરી શકયા તે કમી આ વર્ષે પૂર્ણ કરી રહ્યા છે.

આ છે ડાકોર મંદિરનો આજનો કાર્યક્રમ
-આજે ડાકોર રણછોડજી મંદિરમાં જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાશે
- વહેલી સવારે 6:30 વાગે નિજમંદિર ખોલાયા હતા 6:45 વાગ્યાના અરસામાં મંગળા આરતી દર્શન થયા નિત્ય ક્રમ અનુસાર સેવા થઈ
- મંગળા આરતી બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું 
- ત્યારબાદ 9 વાગ્યાના અરસામાં ભગવાનની શણગાર આરતી કરવામાં આવશે આ સમયે ભગવાનને ખૂબ સુંદર રીતે શણગાર કરવામાં આવશે
- 11:30 વાગે રાજભોગ આરતી થઈ 12:30 વાગ્યાના અરસામાં ભગવાન પોઢી જશે.
- 4:45 વાગે નિજ મંદિર ખુલી 5 વાગ્યાના અરસામાં ઉત્થાપન આરતી હશે
- ત્યારબાદ સાંજે 6 વાગે ભગવાન શયન ભોગ આરોગવા બિરાજતા હોય 6:00 થી 6:30 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે
- 6:30 વાગે શયન આરતી ભગવાનની ઉતારવામાં આવશે ત્યારબાદ 7 વાગે ભગવાન શખડી ભોગ આરોગવા બિરાજતા હોય દર્શન બંધ રહેશે
- ત્યારબાદ સાંજે 7:30 વાગે દર્શન ખુલી સતત સવારના ૪ થી ૫ વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
- રાત્રે 12 વાગે ભગવાનના જન્મ સમયે રણછોડજી ને કપાળ પર તિલક કરવામાં આવશે
- ભગવાનના જન્મ બાદ ભગવાનને અભિયાંગ સ્નાન કરાવવામાં આવશે જેમાં કેસર,ચંદન,આમળા,અરીઠા અને પંચામૃત થી સ્નાન કરાવવામાં આવશે.

Open Photo

Open Photo

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news