તેલના કૂવામાં મળ્યો મોટો ખજાનો! સફેદ સોનાનો પહાડ આ દેશની બદલી નાંખશે કિસ્મત! દુનિયામાં વધશે દબદબો

સઉદીના સમુદ્રી વિસ્તારમાં લિથિયમનો મોટો ભંડાર નીકળ્યો છે. સઉદી અરબની સરકારી માલિકીની પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ કંપની અરામકોએ એક તેલ વિસ્તારના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત લિથિયમ કાઢવાનું શરૂ કર્યુ છે. અનેક દાયકાથી સઉદી અરબની અર્થવ્યવસ્થા તેલ પર નિર્ભર રહી છે. આજના સમયમાં દુનિયામાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તે સ્થિતિમાં લિથિયમનો ખજાનો સઉદી અરબને માલામાલ કરશે તે નક્કી છે. 

તેલના કૂવામાં મળ્યો મોટો ખજાનો! સફેદ સોનાનો પહાડ આ દેશની બદલી નાંખશે કિસ્મત! દુનિયામાં વધશે દબદબો

ઝી બ્યુરો/નવી દિલ્હી: દુનિયા સાઉદી અરેબિયાને તેના વિશાળ તેલ ભંડાર અને કુદરતી ગેસ માટે જાણે છે. પરંતુ હવે આ દેશને જેકપોટ લાગ્યો છે. હવે તે દિવસ દૂર નથી જ્યારે સઉદી અરબ વધુ એક ઉર્જાના સ્ત્રોત માટે ઓળખાશે. હકીકતમાં સાઉદી અરેબિયાના દરિયાઈ વિસ્તારમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયાની સરકારી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ કંપની 'અરામકો'એ તેલ ક્ષેત્રના પાઇલટ પ્રોજેક્ટના ભાગ રૂપે લિથિયમ કાઢવાનું શરૂ કર્યું છે. 

સાઉદી અરેબિયાના ખાણકામ બાબતોના નાયબ મંત્રી ખાલિદ-બિન-સાલેહ-અલ-મુદૈફરે જાહેરાત કરી છે કે, રાજ્ય લિથિયમના સીધા ખાણકામને પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં કોમર્શિયલ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ પ્રોજેક્ટની જવાબદારી કિંગ અબ્દુલ્લા યુનિવર્સિટી ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજીને આપવામાં આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, સાઉદી અરેબિયા ઈલેક્ટ્રોનિક કારનું હબ બનવા માંગે છે, તેથી આ દેશ દર વર્ષે આ ક્ષેત્રમાં અબજો રૂપિયાનો ખર્ચ કરી રહ્યો છે. આ દરમિયાન લિથિયમનો ભંડાર મળવો સાઉદી અરેબિયા માટે એક મોટા સમાચાર છે. 

સાઉદી અરેબિયાને લિથિયમની વધતી કિંમતનો લાભ મળશે  
તેલ અને કુદરતી ગેસના ભંડાર પર નિર્ભર રહેતું સાઉદી અરેબિયા હવે પોતાની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતો પર પણ ધ્યાન આપી રહ્યો છે. દરિયાઈ વિસ્તારોમાંથી લિથિયમ કાઢવાની પરંપરાગત પદ્ધતિ માટે ઊંચો ખર્ચ કરવો પડે છે. જો વિશ્વભરમાં લિથિયમની કિંમતોમાં વધારો થાય છે તો સાઉદી અરેબિયાને તેનો લાભ મળી શકે છે. સાઉદી અરેબિયાના મંત્રીનું કહેવું છે કે, લિથિયમ કાઢવા માટે નવી ટેક્નોલોજીની શોધ કરવામાં આવી છે અને આ પ્રોજેક્ટ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. 

લિથિયમ કેમ મહત્ત્વનું છે?
ભવિષ્યની ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે લિથિયમને એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત માનવામાં આવે છે. હકીકતમાં અશ્મિભૂત ઇંધણના સ્ત્રોતો ઝડપથી ઘટી રહ્યા છે, તેથી વૈજ્ઞાનિકો વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો તરફ વધુને વધુ ધ્યાન આપી રહ્યા છે. જેમાં લિથિયમની માંગ સૌથી વધુ છે. લિથિયમને સફેદ સોનું અથવા તો આધુનિક તેલ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ઈલેક્ટ્રિક વાહનોની બેટરીથી લઈને મોબાઈલ, લેપટોપ સુધીની દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુ બનાવવામાં થાય છે. તેની ઉપયોગીતાને કારણે સમગ્ર વિશ્વમાં તેની માંગ વધી રહી છે. તે હવે વિશ્વભરમાં ઊર્જાના નંબર વન સ્ત્રોત તરીકે તેલ અને અન્ય પરંપરાગત અશ્મિભૂત ઇંધણની જગ્યા લઇ શકે છે.

વર્ષ 2050 સુધીમાં લિથિયમની માંગમાં  500 ટકાનો વધારો થશે
લિથિયમની વધતી માંગને કારણે તેની કિંમતોમાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે. એક અહેવાલ અનુસાર, વૈશ્વિક બજારમાં એક ટન લિથિયમની કિંમત લગભગ 57.36 લાખ રૂપિયા છે. વિશ્વ બેંકના અનુમાન મુજબ, વર્ષ 2050 સુધીમાં લિથિયમની વૈશ્વિક માંગમાં 500 ટકાનો વધારો થશે. આ સંદર્ભમાં સાઉદી અરેબિયામાં લિથિયમ ભંડારની શોધ તેની અર્થવ્યવસ્થા માટે એક મોટો સંકેત છે.

લિથિયમ દુનિયા માટે નવું તેલ:
વિશેષજ્ઞોનું માનીએ તો દુનિયામાં આજે જે તેલની સ્થિતિ છે. તેનાથી આવનારા 1 દાયકામાં તે ખૂટી પડશે તે નક્કી છે. જેના કારણે આજે દુનિયાના અનેક દેશો ઈ-વ્હીકલ પર ભાર મૂકવા લાગ્યા છે. પરંતુ ઈ-વ્હીકલમાં જે બેટરીનો ઉપયોગ થાય છે તે લિથિયમમાંથી બને છે. એટલે 1 દાયકામાં લિથિયમની ડિમાન્ડમાં વધારો થશે તે નક્કી છે. દુનિયાના દેશો જીવાશ્મ ઈઁધણથી દૂર થઈ રહ્યા છે. લિથિયમની મદદથી જ ઈલેક્ટ્રિક કાર, લેપટોપ,ફોન અને અન્ય ઉપકરણોની બેટરી બનાવવામાં આવી રહી છે. સઉદી અરબ સિવાય યૂએઈએ પણ રાષ્ટ્રીય તેલ કંપનીઓને પોતાના તેલ ક્ષેત્રમાંથી ખનીજ કાઢવાની યોજના બનાવી છે. સઉદી સિવાય દુનિયાની અન્ય કંપનીઓ પણ નવી-નવી ટેકનોલોજીનો ફાયદો ઉઠાવી રહી છે. અને તેમની યોજના ખારા પાણીમાંથી લિથિયમ કાઢવાની છે.

MBSના સપનાને મળશે મોટો વેગ:
તેલવાળા વિસ્તારમાં ખારા પાણીમાંથી લિથિયમ કાઢવું પરંપરાગત રીતે મોંઘુ પડી શકે છે. પરંતુ જો દુનિયામાં લિથિયમની કિંમતમાં વધારો થશે તો આ પ્રકારે મોટો ફાયદો થશે. સઉદી અરબની અર્થવ્યવસ્થા અત્યાર સુધી તેલ પર જ નિર્ભર રહી છે. સઉદી અરબ અરબો ડોલરનો ખર્ચ કરી રહ્યું છે. જેથી પોતાને ઈલેક્ટ્રિક ગાડીઓનું હબ બનાવી શકે, સઉદી પ્રિન્સને ડર સતાવી રહ્યો છે કે તેલનો ભંડાર પૂરો થઈ ગયા પછી પૈસા કેવી રીતે આવશે. તો તે સ્થિતિમાં લિથિયમ મોટી મદદ કરી શકે છે.

કયા દેશોમાં છે મોટા લિથિયમ રિઝર્વ?

દેશ                       ભંડાર
બોલીવિયા    21 મિલિયન ટન
આર્જેન્ટિના   20 મિલિયન ટન
અમેરિકા      12 મિલિયન ટન
ચિલી           11 મિલિયન ટન
ઓસ્ટ્રેલિયા     7.9 મિલિયન ટન
ચીન             6.8 મિલિયન ટન
જર્મની          3.2 મિલિયન ટન
કાંગો               3 મિલિયન ટન
કેનેડા           2.9 મિલિયન ટન
મેક્સિકો       1.7 મિલિયન ટન

લિથિયમ કેમ છે આટલું કિંમતી:
લિથિયમ દુનિયાની સૌથી નરમ અને હળવી ધાતુમાંથી એક છે. સરળ શબ્દોમાં કહીએ તો તેને સરળતાથી ચાકૂની મદદથી કાપી શકાય છે. અને તે એટલું હળવું હોય છે કે તે સરળતાથી પાણી પર તરી શકે છે. તેની વિશેષતા એ છે કે તે રાસાયણિક ઉર્જાને સંગ્રહિત કરે છે અને તને વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરે છે. લિથિયમ આજે ઘરમાં દરેક ચાર્જેબલ ઈલેક્ટ્રોનિક અને બેટરીથી ચાલનારા ગેજેટમાં રહેલ છે. તેના કારણે દુનિયાભરમાં લિથિયમની જબરદસ્ત ડિમાન્ડ છે. દુનિયાભરમાં તેની ભારે માગના કારણે તેને વ્હાઈટ ગોલ્ડ પણ કહેવામાં આવે છે. ભારતમાં પણ લિથિયમનો અપાર ભંડાર મળ્યો છે. જે દેશની અર્થવ્યવસ્થા માટે સારા સંકેત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news