JANMASHTAMI 2021: આ પાંચ ભોગ ધરાવવાથી બાલગોપાલ પૂર્ણ કરશે તમારી મનોકામના, જાણો 56 ભોગનું મહત્વ

માખણચોર, લડ્ડુગોપાલ, કનૈયો, ચિત્તચોર, બાલગોપાલ એવા અનેક નામથી ભકતો ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની આરાધના કરતા હોય છે. જન્માષ્ટમીનો પર્વ હોય અને ભગવાન કૃષ્ણના પસંદગીના વ્યંજનોની વાત ન કરીએ તેવું કેવી રીતે બંને?..ભગવાન કૃષ્ણની પૂજા સાથે તેમને ભોગ ધરાવવાનું વિશેષ માહત્મય છે. એક રીતે કહીએ તો ભગવાન ભક્તિભાવના ભૂખ્યા છે પરંતુ ભકતો પોતાના કાન્હાને રીઝવવા વિવિધ વ્યંજનો બનાવતા હોય છે અને ભોગ ધરાવે છે.

JANMASHTAMI 2021: આ પાંચ ભોગ ધરાવવાથી બાલગોપાલ પૂર્ણ કરશે તમારી મનોકામના, જાણો 56 ભોગનું મહત્વ

નવી દિલ્લીઃ માખણચોર, લડ્ડુગોપાલ, કનૈયો, ચિત્તચોર, બાલગોપાલ એવા અનેક નામથી ભકતો ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની આરાધના કરતા હોય છે. જન્માષ્ટમીનો પર્વ હોય અને ભગવાન કૃષ્ણના પસંદગીના વ્યંજનોની વાત ન કરીએ તેવું કેવી રીતે બંને?..ભગવાન કૃષ્ણની પૂજા સાથે તેમને ભોગ ધરાવવાનું વિશેષ માહત્મય છે. એક રીતે કહીએ તો ભગવાન ભક્તિભાવના ભૂખ્યા છે પરંતુ ભકતો પોતાના કાન્હાને રીઝવવા વિવિધ વ્યંજનો બનાવતા હોય છે અને ભોગ ધરાવે છે.

ભગવાન કૃષ્ણને ગળ્યું ખાવાનું પસંદ હતું, તેથી જન્માષ્ટમીના દિવસે કનૈયાને રીઝવવા મહિલાઓ વિવિધ પ્રકારના વ્યંજન બનાવતી, અને તેનો પ્રસાદ ધરાવતી...

1) પંજરી:
જન્માષ્ટમીના દિવસે બહુ બધા પકવાન બનાવવામાં આવતા હતા જેમાં પંજરીનો પ્રસાદ તેમાંથી એક છે. પંજરી બનાવવી ખૂબ સરળ છે, પંજરી બનાવવા માટેની સામગ્રીમાં અને તેની પદ્ધતિમાં ધ્યાન રાખવામાં આવે તો પંજરી સ્વાદિષ્ટ બને છે.

2) માખણ-મિશ્રી:
ભગવાન કૃષ્ણ જ્યારે બાળ અવસ્થામાં હતા ત્યારે તેમણે માખણ સૌથી લોકપ્રિય હતું, એટલા માટે ભગવાન કૃષ્ણને માખણચોર કહેવામાં આવે છે. જો તમે જન્માષ્ટમી પર બાળ કૃષ્ણને ખુશ કરવા માગતા હોવ તો માખણ-મિશ્રીનો પ્રસાદ અચૂકથી ધરાવો..

3) મખાના પાગ:
બાલ ગોપાલને મખાના પાગની મીઠાઈ ખૂબ પસંદ આવે છે. મખાના પાગને ઘરમાં ખૂબ સરળતાથી બનાવી શકાય છે. મખાનાની મીઠાઈ બનાવવા માટે તમે અન્ય મેવાનો પણ ઉપયોગ કરી શકો છો.

4) પંચામૃત:
જન્માષ્ટમીમાં પંચામૃતનું વિશેષ મહત્વ છે. પંચામૃત એવો પ્રસાદ છે જેમાં બાળ ગોપાલની નાની મૂર્તિને સ્નાન કરાવાય છે અને તે પંચામૃતને લોકો પ્રસાદ તરીકે પીવે છે.

5) ખીર:
બાળ કૃષ્ણને દૂધ, ઘી, માખણ અને ડ્રાયફ્રુટ્સમાંથી બનેલી તમામ વાનગીઓ પસંદ હોય છે, તેથી જન્માષ્ટમીના દિવસે બાલ ગોપાલને  ખીર પણ ધરાવવામાં આવે છે.

છપ્પન ભોગમાં  હોય છે આટલા વ્યંજન:
નંદકિશોરને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે જેમાં આટલા વ્યંજનોનો સમાવેશ થાય છે..

દાળ
ભાત
ચટની
કઢી
દહી શાકની કઢી
શિખંડ
શરબત
બાટી
મુરબ્બા
શર્કરા યુક્ત
બડા
મઠરી
ફેની
પુરી
માલપુઆ
ચોલા
જલેબી
મેસુ
રસગુલ્લા
પગી હુઇ
મહારાયતા
ખુરમા
થુલી
લોંગપુરી
ખુરમા
દલિયા
પરિખા
સૌંફ યુક્ત
બિલસારુ
મોદક લડ્ડુ
દહી
સાગ
અઘનો અચાર
મોઠ
ખીર
ગાયનું ઘી
મખ્ખન
મલાઇ
રબડી
પાપડ
સીરા
લસ્સી
સુવત
મોહન
સુપારી
ઇલાયચી
ફળ
મોહન ભોગ
લવણ
કષાય
મધુર
તિત્ક
તાંબુલ
કષાય
મધુર
કટુ
અમ્લ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news