લવ જેહાદને કોણ આપે છે પ્રોત્સાહન? જામનગરમાં સરકારી અધિકારીની પોલ ખોલતો આ કિસ્સો જોઈને ચોંકી જશો

Love Jihad Video Viral : આ વીડિયોમાં સબ રજિસ્ટ્રાર અધિકારી ખુદ લવ જેહાદીઓને પ્રોત્સાહન આપતા હોવાનો આરોપ લાગ્યો છે. આ વીડિયોમાં વિધર્મીઓ સાથે હિંદુ યુવતીઓનાં લગ્નની નોંધણી સામે સવાલ ઉઠાવાઈ રહ્યા છે

લવ જેહાદને કોણ આપે છે પ્રોત્સાહન? જામનગરમાં સરકારી અધિકારીની પોલ ખોલતો આ કિસ્સો જોઈને ચોંકી જશો

જામનગર :ગુજરાત સહિત સમગ્ર દેશમાં લવ જેહાદીઓના બદઈરાદા ખુલ્લા પડી રહ્યા છે અને એક પછી એક હિંદુ યુવતીઓને નિશાન બનાવાઈ રહી હોવાથી હિંદુ સંગઠનોમાં આક્રોશ છે. ત્યારે જામનગરનો એક એવો વીડિયો ઝી 24 કલાકને હાથ લાગ્યો છે, જેને જોઈને હિંદુ સંગઠનો પણ સ્તબ્ધ છે. બનાસકાંઠાના ડીસામાં વિધર્મીઓએ પ્રેમના નામે પ્રપંચ કરીને હિંદુ પરિવારનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યાં જ જામનગરમાં લવ જેહાદીઓને પ્રોત્સાહન આપવાનો એક વીડિયો સામે આવ્યો છે. 

આ વીડિયોમાં સબ રજિસ્ટ્રાર અધિકારી ખુદ લવ જેહાદીઓને પ્રોત્સાહન આપતા હોવાનો આરોપ લાગ્યો છે. આ વીડિયોમાં વિધર્મીઓ સાથે હિંદુ યુવતીઓનાં લગ્નની નોંધણી સામે સવાલ ઉઠાવાઈ રહ્યા છે. તેનું કારણ છે લગ્ન નોંધણીના દસ્તાવેજ પર તારીખ અને ઈનવર્ડ નંબરની માહિતી છુપાવાય છે. જામનગર સેવા સદન સબ રજિસ્ટ્રાર વિભાગ સામે આ આરોપ લાગ્યો છે. હિંદુ સંગઠનના કાર્યકરે આ વીડિયો ઉતારીને અધિકારી અને કારકુનના સંદિગ્ધ ઈરાદાને ખુલ્લા પાડ્યા હોવાનો દાવો કર્યો છે. જુઓ કેવી રીતે લવ જેહાદીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને કઈ રીતે લગ્નની નોંધણીમાં ખુદ સરકારી અધિકારી અને કર્મચારી જ માહિતી છુપાવી રહ્યા હોવાનો આરોપ લાગ્યો છે. 
 
સંવાદ છે ચોંકાવનારો 

ફરિયાદકર્તા: આજે જે લવ જેહાદના કિસ્સા માટે લગ્ન નોંધણી થયેલ છે તેમાં આપ દ્વારા તારીખ કે કોઈ રજિસ્ટ્રેશન નંબર કેમ નથી લખેલો?
અધિકારી: નોટિસ નંબર છે અને તારીખ છે જ?

ફરિયાદકર્તા: જુઓ તમે.. આપ ઊભા થઈને જોઈ શકો છો.. ચાલો.. આપ જોઈ શકો છો આમાં કોઈ પણ જાતની તારીખ કે રજિસ્ટ્રેશન નંબર લખેલો નથી કે લવ જેહાદને છુપાવવા માટે આ.. લવ જેહાદને પ્રોત્સાહન માટે...
અધિકારી: ના.. ના.. ના.. એવું નથી..

ફરિયાદકર્તા: એમ નહીં તો આની પહેલાં પણ આવી જ રીતે મેટર આવેલી છે તો લવ જેહાદને પ્રોત્સાહન આપવા માટે નંબર નથી લખ્યો?
અધિકારી: ના.. ના.. ના.. 

ફરિયાદકર્તા: આમાં જવાબદાર અધિકારી કોણ છે તો અત્યારે?
અધિકારી: જવાબદાર અધિકારી હું જ છું

ફરિયાદકર્તા: શું નામ છે આપનું?
અધિકારી: એચ. જી. કુકડિયા

ફરિયાદકર્તા: હા.. તો કેમ આવી ભૂલ કેમ થાય છે લવ જેહાદના કેસમાં? 
અધિકારી: ભૂલ નથી ગઈ.. કારુકને લગાડવામાં ભૂલ કરેલી છે

ફરિયાદકર્તા: ઊભા રહો.. આ જે હિંદુ સમાજનાં લગ્નનું છે તો તેમાં તારીખ અને રજિસ્ટ્રેશન બધુંય છે તો લવ જેહાદના કિસ્સામાં કેમ નથી સાહેબ? 
અધિકારી: આપેલું છે પણ નોટિસ ચોંટાડવામાં ભૂલ કરેલી છે

ફરિયાદકર્તા: પણ ક્યારે લાગેલી છે આ નોટિસ? 
અધિકારી: હમણાં જ હજી.. હમણાં લગાવી... 10 મિનિટ થઈ.. 10 મિનિટ..

ફરિયાદકર્તા: અડધી કલાક પહેલાં મારા પાસે ફોટો આવેલો છે સાહેબ
અધિકારી: શેનો?

ફરિયાદકર્તા: આનો..
અધિકારી: હા.. એટલે એ તો એના હાથમાં હશે એનો ફોટો પાડ્યો હશે

ફરિયાદકર્તા: નહીં.. નહીં.. નોટિસ બોર્ડ ઉપરનો ફોટો છે મારા પાસે.
અધિકારી: હા તો કંઈ વાંધો નહીં. ભઈ નંબર તારીખ લખો તમે.. નંબર, તારીખની મેં સહી કરી દીધી છે. સહીવાળું લગાડો..

કારકુનઃ હા.. હું આપી દઉં..
ફરિયાદકર્તા: બહેન આપનું નામ શું છે?

કારકુનઃ શ્રુતી પંડ્યા.. સેરા વાળું હું આપી દઉં
અધિકારી: કારકુન છે, સેરો કરેલો જ છે 

ફરિયાદકર્તા: હા તો પણ કેમ નથી કરેલું? સરકારી કર્મચારી થઈને આવી ભૂલ થાય છે અને સાહેબ તેમાં ધંધામાં શું લખેલું છે જુઓ તો સાહેબ..
અધિકારી: ધંધામાં છોકરાની સર્વિસ..

ફરિયાદકર્તા: કઈ સર્વિસ છે?
અધિકારી: હવે એ સર્વિસ એટલે સર્વિસ..

ફરિયાદકર્તા: ગવર્નમેન્ટ સર્વિસ છે?
અધિકારી: ના.. એવું કોઈ સર્વિસ..

ફરિયાદકર્તા: હા તો તેમના પાસે ખુલાસો ફોન કરીને પૂછો કે ગવર્નમેન્ટ સર્વન્ટ છો આપ?
અધિકારી: હમમ્મ.. 

ફરિયાદકર્તા: પૂછો ફોન કરીને નંબર છે તેમનો. ગવર્નમેન્ટ સર્વિસ છે છોકરાની.
અધિકારી: હા.. હા.. હા.. 

ફરિયાદકર્તા: તો પૂછો પણ એમાં ગવર્નમેન્ટ સર્વિસ લખવાની આવે. પ્રાઈવેટ સર્વિસ નથી કરતો ક્યાંય.
અધિકારી: ઓક્યુપેશન ધંધો.. દાખલા તરીકે જે કંઈ ધંધો..

ફરિયાદકર્તા: નહીં.. નહીં.. નહીં.. ગવર્નમેન્ટ સર્વિસમાં ગવર્નમેન્ટ લખવું પડે છે સાહેબ..
અધિકારી: હમમ્મ... હું જોઈ લઈશ નિયમમાં જે કંઈ હોય ને એ

ફરિયાદકર્તા: હા તો છે જ નિયમ તમે આપ ખાલી ફોન કરીને પૂછો કે ગવર્નમેન્ટ સર્વિસ તમે કેમ નથી લખાવ્યું છોકરાને પૂછો જરા.
અધિકારી: હા તો પૂછીને લખાવી નાખીશું લખવાપાત્ર હોય તો લખાવી નાખીશું 

ફરિયાદકર્તા: લખવા પાત્ર નહીં એક તમે છુપાવેલ છે સાહેબ. તારીખ પણ છુપાવેલ છે, રજિસ્ટ્રેશન પણ છુપાવેલ છે. 
અધિકારી: એ રહ્યા બધાય જો નંબર અને તારીખ બધું

કારકુનઃ આ રહ્યું...
ફરિયાદકર્તા: તો નોટિસ બોર્ડ ઉપર કેમ તમારે લખેલ નથી બહેન?

કારકુનઃ ત્રણ કોપીમાં હતું ને એટલે ભૂલમાંથી મેં સહી વગરનું ત્યાં લગાવ્યું. ત્રણ કોપીમાં હતું.
ફરિયાદકર્તા: અધિકારીઓ દ્વારા લવ જેહાદને પ્રોત્સાહન આપવા તારીખ કે નંબર લખેલ નથી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news