જામનગરમાં ભૂમાફિયા બેફામ, મેડિકલ માલિકે આત્મહત્યા કરતા વધારે એક માળો પિંખાયો

શહેરના મેડિકલ સ્ટોર સંચાલક હિતેશ ચંદ્રકાંતભાઈ પરમાર નામના વેપારીએ ભુમાફિયાના ત્રાસથી કંટાળી આપઘાત કરી લેતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. જામનગરમાં ભુમાફિયા બે લગામ બન્યા છે. જામનગરમાં નવા નાગના ગામ પાસે હિતેશ પરમારની જમીન આવેલી છે, તેની બાજુમાં જ બે ભુમાફિયાઓની જમીન હોવાથી અવારનવાર ધાકધમકી આપી જમીન આપી દેવા દબાણ કરતા હોવાનું નિવેદન તેમની પત્નીએ આપ્યું છે.
જામનગરમાં ભૂમાફિયા બેફામ, મેડિકલ માલિકે આત્મહત્યા કરતા વધારે એક માળો પિંખાયો

જામનગર : શહેરના મેડિકલ સ્ટોર સંચાલક હિતેશ ચંદ્રકાંતભાઈ પરમાર નામના વેપારીએ ભુમાફિયાના ત્રાસથી કંટાળી આપઘાત કરી લેતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. જામનગરમાં ભુમાફિયા બે લગામ બન્યા છે. જામનગરમાં નવા નાગના ગામ પાસે હિતેશ પરમારની જમીન આવેલી છે, તેની બાજુમાં જ બે ભુમાફિયાઓની જમીન હોવાથી અવારનવાર ધાકધમકી આપી જમીન આપી દેવા દબાણ કરતા હોવાનું નિવેદન તેમની પત્નીએ આપ્યું છે.

મૃતક હિતેશ પરમારને ફોન પર પણ ધમકીઓ મળતી હતી. ભુમાફિયાઓના ત્રાસથી કંટાળેલી મેડીકલ સ્ટોરના માલિકે આખરે પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આજરોજ મૃતકના પત્ની અને તેના સમાજના આગેવાનો જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવ્યા હતા અને તેમણે એસપી દીપેન ભદ્રન ને રજૂઆત કરી છે. બે પાનાની સુસાઈડ નોટમાં કનુભાઈ અને રમણભાઈના મોબાઈલ નંબર સાથેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંને ભૂમાફિયા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મૃતકના પત્નીએ માંગ કરી છે. મૃતક હિતેશ પરમાર સુસાઇડ નોટમાં પોતાના બંને દીકરા અને તેમની પત્ની વિશે પણ લખાણ કર્યું છે.

જામનગરમાં રણજીત રોડ પર મેડિકલ સ્ટોર ચલાવતા તેમજ ખોડીયાર કોલોની વિસ્તારના એન.આર.આઈ બંગલામાં રહેતા મેડીકલ સ્ટોરના સંચાલકે આત્મહત્યા કરી લીધા પછી તેના હાથે લખાયેલી બે પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પોલીસને સંબોધીને કેટલીક વાતો લખી છે અને જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા બે બિલ્ડરો ની ધાકધમકી અને ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણની ઉડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે.

જામનગરના મેડિકલ સ્ટોર સંચાલક હિતેશ ચંદ્રકાંતભાઈ પરમાર નામના વેપારીએ ગઇરાત્રે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જો કે બાદમાં તેના હાથે લખાયેલી બે પાનાની સુસાઇડ નોટ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. જે સુસાઇડ નોટમાં બે જમીન - મકાનના વ્યવસાયકારોના નામ અને મોબાઈલ નંબર લખેલા છે. જેઓ દ્વારા હેરાન કરતા હોવાનો તેમજ પોતાના પરિવારને જાનથી મારી નાખવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. ઉપરાંત સુસાઇડ નોટમાં જમીન લેવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતકને પોતાના મોટા પુત્ર હર્ષને ડોક્ટર બનાવવાની ઈચ્છા વ્યકત કરી હતી, સાથે નાના ભાઈ હિતનું ધ્યાન રાખવાનું પણ પોતાની પત્ની નયનાબેનને સંબોધીને લખ્યું હતું. ઉપરાંત એલઆઇસીની પોલિસી અને લોન ભરપાઈ કરવાની પણ પત્નીને ભલામણ કરી હતી. પોલીસ દ્વારા હાલ આ ચિઠ્ઠી કબજે કરી લઇ પરિવારજનોના નિવેદન નોંધી આ પ્રકરણમાં સત્ય શું છે? તે જાણવા માટે મથામણ શરૂ કરી છે. જામનગરના દવાના વેપારીઓમાં આ બનાવને લઇને ભારે ચર્ચા જાગી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news