જામનગરમાં યોજાયો ગાર્ડનિંગ વર્કશોપ, ટેરેસ ગાર્ડન અને કિચન ગાર્ડનિંગ અંગે અપાઈ જાણકારી

જામનગરમાં યોજોયો અનોખો વર્કશોપ. જેમાં મહિલાઓને ટેરેસ ગાર્ડનિંગથી માંડીને કિચન ગાર્ડનિંગ સુધીની તમામ માહિતી આપવામાં આવી.

જામનગરમાં યોજાયો ગાર્ડનિંગ વર્કશોપ, ટેરેસ ગાર્ડન અને કિચન ગાર્ડનિંગ અંગે અપાઈ જાણકારી

મુસ્તાક દલ, જામનગર: ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે. દિવસે દિવસે પ્રદૂષણ વધતુ જાય છે. કોરોના કાળમાં શ્વાસ લેવો પણ અઘરો બની ગયો હતો. આ સ્થિતિમાં સૌ કોઈને ઓક્સિજન મેળવવા માટે દરબદર ભટકવાનો વારો આવ્યો હતો. તેને કારણે સૌ કોઈને હવે વૃક્ષોનું મુલ્ય સમજાઈ રહ્યું છે. એજ કારણ છેકે, જામનગરમાં પણ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જામનગર શહેરની મહિલાઓને વૃક્ષા રોપણ અને ટેરેસ ગાર્ડન તથા કિચન ગાર્ડનિંગ પ્રત્યે પ્રોત્સાહન કરવા અને ગાર્ડનિંગ કઈ રીતે કરવું તેની તમામ માહિતી નવાનગર નેચર ક્લબ દ્વારા ગાર્ડનિંગ વર્કશોપનું આયોજન કરી લોકોને આપવામાં આવી હતી.

જામનગરની પર્યાવરણ પ્રેમી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા જામનગરના લોકોને અને ખાસ મહિલાઓને વૃક્ષારોપણ, ટેરેસ ગાર્ડન તથા કિચન ગાર્ડનિંગ વર્કશોપ પ્રત્યે પ્રોત્સાહન મળે તે માટે ગાર્ડનિંગ વર્કશોપ નું આયોજન કરવાં આવ્યું હતું. આ વર્કશોપમાં સૌરાષ્ટ્રના જાણીતા વનસ્પતિ શાસ્ત્રી તેમજ વન વિભાગના નિવૃત ડિસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર ઘન્શ્યામસિંહ સોઢા દ્વારા લોકોને ટેરેસ અને કિચેન ગાર્ડનિંગ કેવીરીતે બનાવવા તે અંગે ટ્રેનીંગ અને માહિતી આપી હતી. આ કાર્યક્રમ માં મેયર બિનાબેન કોઠારી, મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ, સંસ્થાના મહિલા પ્રમુખ અને કોર્પોરેટર હર્ષાબા જાડેજા તેમજ નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજા અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news