જામનગર નજીક એક ખાનગી હોટલમાં ભીષણ આગ, 30થી 35 લોકો ફસાયા, આગ કાબૂમાં

જામનગરમાં સિક્કા પાટિયા પાસે આવેલી એક ખાનગી હોટલમાં કોઈ કારણસર ભીષણ આગની ઘટના બની છે. આગની જાણ ફાયર વિભાગને કરાતા તંત્ર દોડતુ થઈ ગયું છે.

જામનગર નજીક એક ખાનગી હોટલમાં ભીષણ આગ, 30થી 35 લોકો ફસાયા, આગ કાબૂમાં

મુસ્તાક દલ/જામનગર: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી છે, ત્યારે રક્ષાબંધનના દિવસે મોટી ઘટના બનતા બનતા રહી ગઈ છે. જામનગરમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. સિક્કા પાટિયા પાસે આવેલી હોટલમાં મોડી સાંજે આગ ફાટી નીકળી છે. આ હોટલમાં હાલ 30થી 35 લોકો ફસાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ છેલ્લે મળી રહેલી માહિતી પ્રમાણે આગ કાબૂમાં આવી ગઈ છે. કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા જામનગર સીટી હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ ઘટનાની માહિતી ફાયર બ્રિગેડની ટીમોને કરાતા ઘટના સ્થળે ટીમો પહોંચીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી છે. હોટલ આગમાં ભષ્મી ભૂત દેખાઈ રહી છે. પરંતુ ફસાયેલા લોકો સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ લોકોના જીવ તાળવે ચોંટેલા છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં સિક્કા પાટિયા પાસે આવેલી એક ખાનગી હોટલમાં કોઈ કારણસર ભીષણ આગની ઘટના બની છે. આગની જાણ ફાયર વિભાગને કરાતા તંત્ર દોડતુ થઈ ગયું છે. બીજી બાજુ હોટલમાં 30થી 35 લોકો ફસાયા હોવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે. જેણા કારણે તંત્ર એલર્ટ થઈને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી છે.

મોડી સાંજે જામનગર નજીક એક ખાનગી હોટલમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ડરનો માહોલ બન્યો છે. હોટલનો સ્ટાફ સહિત ગ્રાહકો પણ હોટલમાં ફસાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. 

એક માહિતી પ્રમાણે આ ઘટનામાં 10 જેટલી એમ્બ્યુલનસ પણ ઘટના સ્થળ પર જવા રવાના કરવામાં આવી છે. ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. મેઈન રસ્તા પર હોટલ હોવાથી લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાણી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news