અમદાવાદીઓ આવતીકાલે સંભાળજો! સાબરમતી નદી પાસે નિચાણવાળા વિસ્તારોમાં ભૂલથી પણ ના જતા!

જુલાઇ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠામા ભારે વરસાદ પડવાને કારણે તેની અસર સાબરમતી નદીમાં જોવા મળી છે. 

અમદાવાદીઓ આવતીકાલે સંભાળજો! સાબરમતી નદી પાસે નિચાણવાળા વિસ્તારોમાં ભૂલથી પણ ના જતા!

ગૌરવ પટેલ/અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટીંગ ચાલી રહી છે. જેમાં આ વખતે રાજ્યના મોટાભાગના તમામ વિસ્તારોમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી છે. બીજી બાજુ ઉપરવાસમાં સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદીઓ માટે એક સુચના જાહેર કરવામાં આવી છે. સાબરમતી નદીમાં 12 ઓગસ્ટે એટલે કે આવતીકાલે પાણી છોડાઇ શકે છે. નર્મદા નદીની મુખ્ય કેનાલામાંથી સાબરમતી નદીમાં પાણી છોડાઇ શકે છે. પાણી છોડાવાના નિર્ણયને પગલે સાબરમતી નદી ઉપર આવેલા વાસણા બેરેજની નિચાણવાસમાં સંબંધિતોને સતર્ક રહેવા જિલ્લા વહીવટી તંત્રએ સુચના જાહેર કરીને એલર્ટ કર્યા છે.

છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે જુલાઇ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠામા ભારે વરસાદ પડવાને કારણે તેની અસર સાબરમતી નદીમાં જોવા મળી છે. 

મહત્વનું છે કે, ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી રહી છે. ઘણી વખત ધરોઇમાંથી પાણી છોડવામાં આવે તે સીધુ સાબરમતી નદીમાં પહોંચે છે. જેના કારણે સાબરમતી નદીમાં નવા નીર ઉમેરાય છે. આ વખતે સારા વરસાદને કારણે સાબરમતી નદી ભરેલી છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદીઓ માટે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. અમદાવાદમાં વાસણા બેરેજની નિચાણવાસમાં સંબંધિતોને પણ અલર્ટ આપવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં નર્મદાના નવા નીર ઠાલવશે ત્યારે અનેક ગામોમાં અલર્ટ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news