હુમલાનો લાઈવ વીડિયો વાયરલ! પુત્રવધુની ઠઠ્ઠા-મશ્કરી કરનારને સમજાવવા જતાં સસરાની હત્યા, છરી, ધોકાથી શખ્સો તૂટી પડ્યા...
જામનગરમાં જેને ગુન્હો આચરવો છે તેને કોઈનો ડર નથી તેવું વાતાવરણ છેલ્લા કેટલાક સમયથી નિર્માણ થયું હોય તેમ લાગે છે, ગઈકાલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જામનગરની મુલાકાતે હતા અને બાદમાં તેવો જામનગરથી રાજકોટ જવા રવાના બપોરના થયા હતા.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર: જામનગર રાજકોટ હાઈવે પર ફલ્લા ગામની ઘટનામાં પુત્રવધુની છેડતી કરનારને સમજાવવા ગયેલ સસરાનો જીવ ગયો છે જયારે પતિ ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. જયારે એક શખ્સ દ્વારા આચરવામાં આવેલા આ જીવલેણ હુમલાના લાઈવ વીડિયો પણ વાયરલ થયા છે જે ખુબજ વિચલિત કરે છે. તો બીજી તરફ જે દિવસે જામનગરમાં DGP મુલાકાતે હતા એજ દિવસે હત્યાની ઘટનાથી કાયદો વ્યવસ્થા પર પણ ઘણા સવાલો ઉઠ્યા છે.
જામનગરમાં જેને ગુન્હો આચરવો છે તેને કોઈનો ડર નથી તેવું વાતાવરણ છેલ્લા કેટલાક સમયથી નિર્માણ થયું હોય તેમ લાગે છે, ગઈકાલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જામનગરની મુલાકાતે હતા અને બાદમાં તેવો જામનગરથી રાજકોટ જવા રવાના બપોરના થયા હતા તેવો રાજકોટ પહોચ્યા પણ નહિ હોય ત્યાં જ જામનગરમાં હત્યા અને હત્યાના પ્રયાસની ઘટના ડીજીપી જે રૂટ પરથી પસાર થયા તે જામનગર નજીક ફલ્લા ગામમાંથી સામે આવી છે.
આ અંગે પંચકોશી એ ડીવીઝન પી.એસ.આઈ.એ આપેલ પ્રાથમિક વિગતો પ્રમાણે ગઈકાલે બપોરના સુમારે જામનગર રાજકોટ હાઈવે પર ફલ્લા ગામે આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં નોકરી કરતા એક મહિલાને તેના સાથી રોજમદાર કર્મચારી દ્વારા છેડતી કરવાનો મામલો પરિવાર સુધી પહોચતા તેણીના સસરા ગોવિંદભાઈ ઘેટિયા અને પતિ મિલન ઘેટિયા વિકલ બપોરે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ખાતે પહોચ્યા હતા અને જે સાથી શખ્સ મહિલાની છેડતી કરતો હતો.
તે રોજમદાર ધવલ પટેલને સમજાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને છરી વડે આડેધડ પિતા પુત્ર પર ઘા મારવા લાગેલ જે ઘા જીવલેણ નીવડતા ગોવિંદભાઈ ઘેટિયાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જયારે પુત્ર મિલન ઘેટિયાને સારવાર અર્થે જામનગર જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતા પંચકોશી એ ડીવીઝન પી.એસ.આઈ.જે.પી.સોઢા સહિતની ટીમ સ્થળ પર પહોચી હતી અને અને બનાવ અંગે વધુ તપાસ શરુ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે