મહામારીમાં સેવા કરનાર 125 કોરોના વોરિયર્સનું જામનગર ક્રિકેટ એસોસિએશને કર્યું સન્માન

કરોનાના કપરાં કાળમાં જામનગર જિલ્લામાં અનેક એવા સેવાભાવિ લોકો બહાર આવ્યાં અને તેમણે પોતાના જીવની પરવાહ કર્યા વિના લોકોનો જીવ બચાવવા લોકોની સેવા કરવાનું કામ કર્યું. આવા સેવાભાવિ લોકોનું આજે વિશેષ સન્માન કરવામાં આવ્યું. 

મહામારીમાં સેવા કરનાર 125 કોરોના વોરિયર્સનું જામનગર ક્રિકેટ એસોસિએશને કર્યું સન્માન

મુસ્તાક દલ, જામનગર: ચીનના વુહાનથી આવેલાં જીવલેણ કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો હતો. ગુજરાતમાં પણ કોરોનાએ રીતસરનો કાળો કહેર વર્તાવ્યો હતો. એમાંય કોરોનાની બીજી લહેરમાં અનેક પરિવારોને પોતાના પરીજન ગુમાવવાનો વારો આવ્યો છે. આ સ્થિતિની વચ્ચે જામનગર જિલ્લામાં અનેક એવા સેવાભાવિ લોકો બહાર આવ્યાં અને તેમણે પોતાના જીવની પરવાહ કર્યા વિના લોકોનો જીવ બચાવવા લોકોની સેવા કરવાનું કામ કર્યું. આવા સેવાભાવિ લોકોનું આજે વિશેષ સન્માન કરવામાં આવ્યું. 

જામનગરમાં કોરોના મહામારી દરમિયાન નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરનાર સ્વયં શક્તિ ગ્રુપના તબીબો સહિત 125 સભ્યોનું જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ બંગલા ખાતે ફુલહાર કરીને સન્માન કરવામાં આવ્યું. કોરોના મહામારી દરમિયાન જામનગર જિલ્લામાં અનેક લોકોના મોત નિપજ્યા હતા અને ઓક્સિજનની પણ અછત જોવા મળી રહી હતી ત્યારે જામનગરના સ્વયં શક્તિ ગ્રુપ દ્વારા લોકોના ઘરે ઘરે જઈને તબીબી સારવાર સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. સ્વયમ શક્તિ ગ્રુપના 125 સભ્ય દ્વારા જામનગર જિલ્લામાં જ્યાં પણ થી કોલ આવે ત્યારે તાત્કાલિક જે તે દર્દીના ઘરે પહોંચી સારવાર, ભોજન સહિતની વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી હતી.

સીનીયર સીટીઝન કે જે લોકો આર્થિક નબળી પરિસ્થિતિ અને હોસ્પિટલ સુધી જવાની ક્ષમતા ન ધરાવતા હોય તેઓને પણ સ્વયં શક્તિ ગ્રુપ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી ત્યારે આજરોજ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્વયં શક્તિ ગ્રુપના તમામ સભ્યોનું કોરોના મહામારી દરમિયાન નિસ્વાર્થભાવે સેવા બજાવવા બદલ ફૂલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન જે લોકોના મૃત્યુ નિપજ્યા હતા તેઓને જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને સ્વયં શક્તિ ગ્રુપના સભ્યો દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ અજયભાઈ સ્વાદિયા તથા સભ્યો વિનુભાઈ ધ્રુવ, ભરતસિંહ તેમજ નવાનગર ક્રિકેટ એકેડમીના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના જામનગરના કોચ સંદીપ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news