શું પોલીસ આટલું સારું કામ પણ કરી શકે ખરી? આ પોલીસ સ્ટેશન જોઇ તૂટી જશે તમારો ભ્રમ

પોલીસ સ્ટેશનની મૂલાકાત લેવાનું કોઈ તમને કહે તો તમે જશો, જવાબ હશે ના. પરંતુ અમદાવાદ શહેરનું બાપુનગર પોલીસ સ્ટેશન એવું છે કે જો તમે આ પોલીસ સ્ટેશનની મૂલાકાત લેશો તો કદાચ પોલીસ વિભાગ અને પોલીસ માટેનો અભિગમ ચોક્કસથી બદલાઈ જશે.

શું પોલીસ આટલું સારું કામ પણ કરી શકે ખરી? આ પોલીસ સ્ટેશન જોઇ તૂટી જશે તમારો ભ્રમ

ઉદય રંજન, અમદાવાદ: શાંતિ, સેવા અને સુરક્ષા આ ત્રણેય શબ્દોની પરિભાષાને સાર્થક કરી છે. શહેરના બાપુનગર પોલીસે, કોરોના વાયરસની મહામારી સમય બાદ બાપુનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરે એક નવો અભિગમ અપનાવ્યો છે. જેમાં તેમના પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્ય અંગેની દરકાર ખરા અર્થમાં કરી છે. શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનમાં એક આઇસોલેશન વોર્ડ, કાયદાનું નોલેજ વધે તેના માટેનો એક રૂમ તથા એક કેન્ટીન બનાવી છે.

જેમાં પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસકર્મીઓને સ્વચ્છ અને પૌષ્ટિક આહાર વ્યાજબી ભાવે મળી રહે તેની સુવિધા ઉભી કરી છે. પોલીસ હાઉસિંગ ડિપાર્ટમેન્ટ તરફથી સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેવા સમયમાં બાપુનગર પોલીસ સ્ટેશનમા વેસ્ટમાંથી પણ બેસ્ટ કેવી રીતે બનાવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ રાજ્ય પોલીસ વિભાગ અને શહેર પોલીસ માટે પૂરું પાડ્યું છે.

પોલીસ સ્ટેશનની મૂલાકાત લેવાનું કોઈ તમને કહે તો તમે જશો, જવાબ હશે ના. પરંતુ અમદાવાદ શહેરનું બાપુનગર પોલીસ સ્ટેશન એવું છે કે જો તમે આ પોલીસ સ્ટેશનની મૂલાકાત લેશો તો કદાચ પોલીસ વિભાગ અને પોલીસ માટેનો અભિગમ ચોક્કસથી બદલાઈ જશે. કારણકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મીઓ માટે તેમના જ સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરે જે વ્યવસ્થાઓ પુરી પાડી છે કદાચ તેને જોઈને સૌ કોઈને એમ ચોક્કસ થશે કે શું પોલીસ આવું અને આટલું સારું કામ પણ કરી શકે ખરી?

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ દરમ્યાન ફરજ નિભાવતા તમામ પોલીસ કર્મીઓના પરિવારજનોને ચિંતા થતી હશે પરંતુ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓના પરિવારજનો નિશ્ચિત થઈને રહે છે અને તેનું એક માત્ર કારણ એ જ છે કે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર દ્વારા પોલીસ સ્ટેશન માંજ એક આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે અને જો કોઈ પોલીસ કર્મી કોરોના પોઝેટીવ આવે તો તેને ઘરે કે હોસ્પિટલ જવાની બિલકુલ જરૂર નથી, પોલીસ સ્ટેશન માંજ આઇસોલેટ થઇ જવાનું રહેતું હોય છે સાથે જ પોલીસ સ્ટેશન માંજ નિયત કરેલા ડોકટરોના માર્ગદર્શન હેઠળ કોરોનાગ્રસ્ત પોલીસકર્મીની સારવાર પણ કરવામાં આવે છે. તદઉપરાંત કેન્ટીન પણ બનાવડાવી છે જેમાં પોષણયુક્ત આહાર અને તે પણ વ્યાજબી ભાવે મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

માણસના શરીરમાં ફિલ્ટરનું કામ ફેફસા કરે છે તેમ જ શહેરનું ફિલ્ટર વૃક્ષો કરે છે તેવું માનવામાં આવે છે ત્યારે આ સમાજને કોઠા સુધી ઉતારી છે. બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ વાત જાણે એમ છે કે બાપુનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટરે ફરમાન કર્યો છે કે પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓ એક છોડ ઉગાડવાનો અને માત્ર ઉગાડવાનો નહીં. પરંતુ તેની માવજત પણ કરવાની છે અને સાહેબના આ ઓર્ડરને બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સહર્ષ સ્વીકારી લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news