કંગના રનૌતની મુંબઇ ઓફીસ પર BMC ના દરોડા, અભિનેત્રીએ કહ્યું બધુ જ ધ્વસ્ત કરી દઇશું

અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ના પ્રોડક્શન કંપનીની ઓફીસ પર બીએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. કંગનાએ પોતે તેની માહિતી સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને આપી હતી. 

કંગના રનૌતની મુંબઇ ઓફીસ પર BMC ના દરોડા, અભિનેત્રીએ કહ્યું બધુ જ ધ્વસ્ત કરી દઇશું

નવી દિલ્હી : અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ના પ્રોડક્શન કંપનીની ઓફીસ પર બીએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. કંગનાએ પોતે તેની માહિતી સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને આપી હતી. આ અંગે માહિતી આપતા કંગનાએ સતત ટ્રણ ટ્વીટ કર્યા હતા. પોતાનાં પહેલા ટ્વીટમાં અભિનેત્રીએ પોતાની ઓફીસનો વીડિયો શેર કરતા લખ્યું કે,  'ये मुंबई में मणिकर्णिका फिल्म्स का ऑफिस है, जिसे मैंने पंद्रह साल मेहनत कर के कमाया है, मेरा जिंदगी में एक ही सपना था मैं जब भी फिल्म निर्माता बनूं मेरा अपना खुद का ऑफिस हो, मगर लगता है ये सपना टूटने का वक्त आ गया है, आज वहां अचानक बीएमसी के लोग आए.'

— Kangana Ranaut (@KanganaTeam) September 7, 2020

કંગનાની ઓફીસ પર અચાનક BMC નો દરોડો
કંગના રણોતે ફરી એક બીજો વીડિયો શેર કરતા બીએમસીનાં લોકો કંપનીની ઓફીસમાં તપાસ ચાલુ કરી દીધી છે. પોતાનાં બીજા ટ્વીટમાં કંગના રનૌતે લખ્યું કે, તેઓ પરાણે મારી ઓફીસમાં ઘુસી ગયા અને બધુ જ તપાસવા લાગ્યા અને માપવા લાગ્યા. જ્યારે મારા પાડોશીઓએ વિરોધ કર્યો તો તેમને પણ પરેશાન કર્યા. અધિકારીઓએ કહ્યું કે, જે પણઆ મેડમની મદદ કરશે તેને ભોગવવું પડશે, આ તેમની કરતુતનું જ પરિણામ છે. મને માહિતી આપવામાં આવી કે તેઓ મારી સંપત્તીને ધ્વસ્ત કરી રહ્યા છે. 

— Kangana Ranaut (@KanganaTeam) September 7, 2020

કંગનાએ કહ્યું કે, આ પ્રોપર્ટી બિનકાયદેસર નથી
કંગનાએ ત્રીજા ટ્વીટમાં લખ્યું કે, મારી પાસે તમામ ડોક્યુમેન્ટ છે અને બીએમસીની પરમિશન પણ છે. મે મારી પ્રોપર્ટીમાં કંઇ પણ બિનકાયદેસર નથી કર્યું. બીએમસીને સ્ટ્રક્ચર પ્લાન મોકલવો જોઇએ તે દેખાડવા માટે અહીં બિનકાયદેસર કંસ્ટ્રક્શન થયું છે, તે પણ નોટિસની સાથે. જો કે તેમણે આજે મારી ઓફીસ પર દરોડો પાડ્યો તે પણ કોઇ નોટિસ આપ્યા વગર. કાલે સવારે તે બધુ જ તોડી પાડશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાંતસિંહ રાજપુત મુદ્દે ચાલી રહેલી તપાસ અંગે કંગના રનોત અને શિવસેના લીડર સંજય રાઉત વચ્ચે શાબ્દિક ટપાટપી ચાલી રહી છે. આ મુદ્દે અનેક લોકોએ સોશિયલ મીડિયા પર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ધમકી પણ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news