ઈસ્કોન બ્રિજ અકસ્માત: અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના માલેતુજાર પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6ની અટકાયત

ISKCON Bridge Accident: ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં અબજોપતિ નબીરા તથ્ય પટેલ, પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં ત્રણ યુવતી સહિત 6 લોકોની અટકાયત કરાઈ છે. હાલ આરોપી તથ્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  

ઈસ્કોન બ્રિજ અકસ્માત: અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના માલેતુજાર પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6ની અટકાયત

Iskcon Bridge Accident: અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતનો મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત 9 લોકોના જીવ લેનારા અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના માલેતુજાર પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે. રાત્રે જેગુઆર કારમાં અબજોપતિ નબીરા તથ્ય સાથે તેની ત્રણ મહિલા મિત્રો પણ કારમાં સવાર હતી. હાલ આરોપી તથ્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ત્રણ યુવતીઓ અને બાકીના તેના મિત્રો રાત્રે જ અકસ્માત સર્જીને ફરાર થઈ ગયા હતા તો અબજોપતિ નબીરા તથ્યને તેના માલેતુજાર પિતા પ્રજ્ઞેશ પટેલ રાત્રે મોંઘી ગાડી લઈને આવ્યા અને અકસ્માત સ્થળેથી પોતાના કુપુત્ર લઈને ફરાર થઈ ગયા હતા જે બાદ તેમણે સિમ્સ હોસ્પિટલમાં પોતાના અબજોપતિ નબીરાને દાખલ કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી સૂચનાથી પોલીસે સિમ્સ હોસ્પિટલમાં જ તેને નજરકેદ કર્યો છે.

બીજી બાજુ અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનો જીવ ગયો છે. સમગ્ર મામલે ટ્રાફિક PI વી.બી. દેસાઈ અકસ્માત કેસમાં ફરિયાદી બન્યા છે અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. અકસ્માત કેસમાં 6 લોકોની અટકાયત કરી છે. આપને જણાવીએ કે, આરોપી તથ્ય સહિત 6 લોકોની અટકાયત કરી છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે મુખ્ય આરોપી તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તેમજ કારમાં સવાર 3 યુવતી સહિત 6 લોકોની અટકાયત કરાઈ છે.

મદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 12 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.

શું હતી સમગ્ર ઘટના ? 
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે.. જેમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે.. આ અકસ્માતમાં એક હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે.. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા.. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયાં હતાં..

અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દૃશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા.. ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં એસજી 2 ટ્રાફિક પીઆઇ વીબી દેસાઈ ફરિયાદી બન્યા છે.. ત્યારે IPC 304, 279, 337, 338, એમવી Act 177, 184 આ ઉપરાંત માનવ વધ કલમ 304 અને 279 બે જવાબદારી પૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.. તેમજ 184 ઓવર સ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવે છે.. લોકોના જીવ સાથે ચેડાં કરવા અને તેમાં કોઈનું મોત નીપજતા કલમ 377, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news