ઈસનપુરના કોર્પોરેટરને વિવાદીત વીડિયો બહાર આવ્યા પછી ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ

અમદાવાદના ઈસપુર વિસ્તારના કોર્પોરેટર પુલકિત વ્યાસ દ્વારા જમીનના કેસમાં ભુમાફિયાઓ પાસેથી ગેરકાયદે બાંધકામને રક્ષણ પુરું પાડવા માટે પૈસા લેતા હોવાનો અને બધું સેટિંગ કરાવી આપવાનો વીડિયો થયો હતો વાયરલ 
 

ઈસનપુરના કોર્પોરેટરને વિવાદીત વીડિયો બહાર આવ્યા પછી ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ

અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ શહેરના ઈસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસનો ભુમાફિયાઓ સાથે સોદા કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા પછી શહેર ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પુલકિત વ્યાસને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપના કોર્પોરેટર વીડિયોમાં દક્ષિણ ઝોનમાં થતા ગેરકાયદે બાંધાકમને રક્ષણ આપવાનું વચન આપતા હોવાનું જોવા મળી રહ્યા છે. 

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પુલકિત વ્યાસ ભુમાફીયાઓ પાસેથી પૈસા લે છે અને તેના બદલામાં દક્ષિણ ઝોનમાં થતા ગેરકાયદે બાંધકામને રક્ષણ પુરું પાડવાની બાંહેધારી આપતા જોવા મળી રહ્યા છે. તેમણે જેની પાસેથી પૈસા લીધા તેને વચન આપ્યું હતું કે, તેઓ ગેરકાયદે બાંધકામ તોડતા અધિકારીઓને સાચવી લેશે. ગેરકાયદે બાંધકામ કરનારી વ્યક્તિએ માત્ર આરટીઆઈ કરનારા લોકોને સાચવવાના રહેશે. સાથે જ તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના ડેપ્યુટી એસ્ટેટ અધિકારી બરંડા અને કોંગ્રેસના પ્રેદેશ મંત્રી રાજેશ સોનીનું નામ પણ વારંવાર લેતા જોવા મળે છે. 

કોર્પોરેટરે વ્યક્તિ પાસેથી પૈસા લીધા તેના બદલામાં તેણે બાંધેલા ગેરકાયદે બાંધકામને રક્ષણ પુરું પાડવાની ખાતરી આપી હતી. સાથે જ બીજું ફેક્ટરીઓનું કામ લાવે તો તેને પણ કરાવી આપવાની કોર્પોરેટર પુલકિત વ્યાસ બાંહેધારી આપતા વીડિયોમાં જોવા મળે છે.  

કોર્પોરેટર પુલકિત વ્યાસનો લાંચ લેતો વાયરલ થયેલો વીડિયો જુઓ નીચે....

આ અંગે જ્યારે ઝી 24 કલાક દ્વારા શહેરના મેયર બીજલ પટેલને પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, "આ વાયરલ વીડિયો અંગે શહેર અને પ્રદેશ કક્ષાએ રજુઆત કરવામાં આવશે. કોર્પોરેટરનું આવું વર્તન બિલકુલ સ્વીકાર્ય નથી. જો આ મામલે નગરપાલિકાના કોઈ અધિકારીઓની સંડોવણી હશે તો કમિશનર દ્વારા તેમનાં વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. જરૂર જણાશે તો કોર્પોરેટર અને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે."

નીતિનભાઈ પટેલ,નાયબ મુખ્યમંત્રી
ઇસનપુરના કોર્પોરેટરના વાયરલ વીડિયો અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, "વાયરલ થયેલા વીડિયોમાં સંબંધિત કોર્પોરેટર બાંધકામ બાબતે માંગણી કરતા નજરે પડે છે. હજુ આ વીડિયો અંગે કોઈ ખરાઈ થઈ નથી કે એમણે કોઈ સ્પષ્ટતા કરી નથી. જોકે, પક્ષના નિયમ પ્રમાણે અને મુખ્યમંત્રીની લાગણી પ્રમાણે કોઈ વ્યક્તિ આ પ્રકારે માગણી કરતા હોય તે ચલાવી લેવાશે નહીં. કોર્પોરેટર પ્રજાના પ્રતિનિધિ હોય છે. આ અંગે પક્ષ તરફથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે. અગાઉ પણ પક્ષે શિસ્તભંગનાં પગલાં લીધા છે. રાજકિય રીતે યોગ્ય કામ કરવું જોઈએ."

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news