નવનિર્મિત બિલ્ડીંગ પાસે રસ્તે ચાલતા યુવાનના માથે સળીયો પડ્યો, સ્થળ પર જ મોત

સુરતના સરથાણા વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડીંગ પરથી અચાનક તૂટી પડેલો લોખંડનો સળિયો રાહદારીના માથે પડતો હોવાનો સીસીટીવી વીડિયો વાયરલ થતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે. ગત 17 જાન્યુઆરીના રોજ બનેલી ઘટનામાં યુવકના મોતના પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નવનિર્મિત બિલ્ડીંગ પાસે રસ્તે ચાલતા યુવાનના માથે સળીયો પડ્યો, સ્થળ પર જ મોત

તેજશ મોદી/સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડીંગ પરથી અચાનક તૂટી પડેલો લોખંડનો સળિયો રાહદારીના માથે પડતો હોવાનો સીસીટીવી વીડિયો વાયરલ થતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે. ગત 17 જાન્યુઆરીના રોજ બનેલી ઘટનામાં યુવકના મોતના પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

સુરતના સરથાણા વિસ્તારમાં એક બિલ્ડીંગનું કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું છે. દરમિયાન નજીકમાં રહેતો જગદીશસિંગ રાજપુત નામનો યુવક તેના મિત્રો સાથે ત્યાથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન નવનિર્મિત બિલ્ડિંગ પરથી એક લોંખડનો સળિયો પડયો હતો. જગદિશસિંગના માથાના ભાગે અચાનક સળિયો પડતા જ તેનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.

ગબ્બર પર્વત પર કાચના પુલ પર ચાલવા તૈયાર થઈ જાઓ, થયા MOU

નવ નિર્મિત બિલ્ડીંહગના ઉપરના ભાગથી સળીયો રસ્તા પર ચાલી રહેલા જગદીશ સિંહના માથાના ભાગે વાગતા તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. સળીયો પડતા તેની બાજુમાં ઉભેલા એક વ્યક્તિને પણ ખભાના ભાગે ઇજા થઇ હતી. અને મજૂરોનું ટોળું એકઠું થયું હતું. આ સમગ્ર ઘટનામાં બિલ્ડીંગ માલિક વિરુધ્ધ કાર્યવાહી કરવાના બદલે સરથાણા પોસીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કેસ રફેદફે કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news