Railway tatkal booking timings News

વેસ્ટર્ન રેલવેનો મોટો નિર્ણય, ગાંધી જયંતીએ ટ્રેનોમાં નહિ પિરસે નોનવેજ ફૂડ
વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા મહાત્મા ગાંધીજી (Mahatma gandhi) ના જન્મ દિવસથી એક નવો નિયમ અમલમાં મૂકાવાનો છે. 2 ઓક્ટોબરે (2 October) વેસ્ટર્ન રેલવેની તમામ ટ્રેનોમાં માત્ર વેજ ફુડ (Veg Food) પિરસાશે. પશ્ચિમ રેલ્વે દ્વારા પરિપત્ર કરી રેલવેના તમામ કેટરીંગને આ વિશેની જાણ કરાઈ છે. જે મુજબ હવે ગુજરાતની ટ્રેનોમાં પણ શાકાહારી ભોજન જ પિરસાશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી (Gandhi Jayanti) પહેલા પશ્ચિમી રેલવેએ મહત્વની જાહેરાત કરી છે. સોમવારે આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, પશ્ચિમી રેલવે ગાંધી જયંતી પર ટ્રેનોમાં નોનવેજ (Non veg) ભોજન નહિ પિરસે. રસપ્રદ બાબત તો એ છે કે, ગત વર્ષે પણ ભારતીય રેલવે (Indian Railway) એ આ પ્રકારની જાહેરાત કરી હતી. જોકે, લોકોના વિરોધ બાદ આ નિર્ણય પરત લેવો પડ્યો હતો. 
Sep 25,2019, 8:31 AM IST

Trending news