જાન્યુઆરીમાં ગુજરાત ફરવા મટે IRCTC લાવ્યું ધમાકેદાર ટુર ઓફર, આ તક ગુમાવવા જેવી નથી
IRCTC Gujarat Tour Package : આઈઆરસીટીસીના એર ટુર પેકેજમાં તમે દ્વારકાધીશ, પોરબંદર, રાજકોટ, સાસણગીર, સોમનાથ ફરી શકશો.... આ રીકે ટુર પેકેજની આખી વિગત
Trending Photos
Gujarat Tourism : વર્ષનો પહેલો મહિનો એટલે જાન્યુઆરી ખાસ ગણાય છે. ફુલગુલાબી ઠંડીમાં મોટાભાગના લોકો ક્યાંકને ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવે છે. જો તમે જાન્યુઆરીમાં ફરવા જવાનો પ્લાન બનાવવા માંગો છો તો આ પેકેજ ટુર તમારા કામની છે. આઈઆરસીટીસી જાન્યુઆરી મહિના માટે ખાસ ટ્રાવેલ ટુર પેકેજ લઈને આવ્યું છે. જેમાં તમે ગુજરાતની અનેક જગ્યાઓ ફરી શકો છો.
ગુજરાતીઓ એટલે ફરવાના શોખીન. ફરવાના શોખીન ગુજરાતીઓ તક મળે એટલે ફરવા ઉપડી જાય. ત્યારે સાવ સસ્તામાં આખું ગુજરાત ફરવાની બેસ્ટ ઓફર મળી છે. IRCTC મુસાફરો માટે આ ખાસ ઓફર લઈને આવ્યું છે.
IRCTC ના એર ટુર પેકેજનું નામ છે Temple Tour Of Gujarat With Gir National Park (NDA18) . આ પેકેજ 5 નાઈટ અને 6 દિવસની છે. આ એર ટુર પેકેજ 19 જાન્યુઆરી દેશની રાજધાની દિલ્હીથી શરૂ થશે. તેમાં ટ્રાવેલિંગ મોડ ફ્લાઈટ રહેશે અને દિલ્હીથી રાજકોટ એર ઈન્ડિયાની ફ્લાઈટ હશે.
એર ટુરમાં મળશે 5 બ્રેકફાસ્ટ અને 5 ડિનર
IRCTC ની આ ખાસ ટુર પેકેજમાં તમે દ્વારકાધીશ, પોરબંદર, રાજકોટ, સાસણગીર, સોમનાથ અને ગીર નેશનલ પાર્ક ફરી શકશો. ટુર પેકેજમાં તમે 2 રાત દ્વારકા, 1 રાત સોમનાથ, 1 રાત સાસણ ગીર અને 1 રાત રાજકોટમાં રહેવા મળશે. મીલ પ્લાનની વાત કરીએ તો આ ટુર પેકેજમાં 5 બ્રેકફાસ્ટ અને 5 ડિનર મળશએ. ટુર પેકેજમાં કુલ 30 સીટ રાખવામાં આવી છે.
ટુર પેકેજનો ભાવ કેટલો
આ ટુર પેકેજના ભાવની વાત કરીએ તો સિંગલ બુક કરાવવા પર તમને 43,430 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. તો ડબલ શેરિંગમાં 33,740 રૂપિયા અને ત્રિપલ શેરિંગમાં 32,630 રૂપિયા ચાર્જ રહેશે.
આ ઉપરાંત 5 થી 11 વર્ષના બાળક માટે બેડ લેવા પર 28,750 રૂપિયાનો ચાર્જ હશે. તો બેડ ન લેવા પર 20,950 રૂપિયા ચાર્જ લાગશે. IRCTC ની વેબસાઈટ પર જઈને પણ તમે આ ટુર પેકેજ બુક કરાવી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે