ગુજરાતમાં ખોટી રીતે લગ્ન નોંધણીના રેકેટનો પર્દાફાશ; આ 5 જિલ્લામાં ચાર હજારથી વધુ થયા છે ખોટા લગ્ન

પાટીદાર સમાજની સંસ્થા SPGએ લગ્ન નોંધણીનું રાજ્ય વ્યાપી રેકેટ ચાલતું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. એસપીજીએ દાવો કર્યો છે કે ફક્ત પાંચ જિલ્લામાં જ ચાર હજારથી વધુ બોગસ લગ્ન કરાવવામાં આવ્યા છે. આ મામલે સંગઠને રાજ્ય સરકાર સમક્ષ તપાસની માગ કરી છે.

ગુજરાતમાં ખોટી રીતે લગ્ન નોંધણીના રેકેટનો પર્દાફાશ; આ 5 જિલ્લામાં ચાર હજારથી વધુ થયા છે ખોટા લગ્ન

ઝી બ્યુરો/મહેસાણા: ખોટી રીતે લગ્ન નોંધણીના રેકેટનો સરદાર પટેલ ગ્રુપે પર્દાફાશ કર્યો છે. SPGના લાલજી પટેલે દાવો કર્યો છે કે, રાજ્યના 5 વિસ્તારોમાં 4130 લગ્નો ખોટી રીતે થયા છે. આણંદ, બનાસકાંઠા, અમરેલી અને ખેડા જિલ્લામાં આવી ખોટી રીતે લગ્ન કરનાર લોકોની સંખ્યા વધારે છે. કેટલાક કિસ્સામાં લગ્ન વિધિ ન થઈ હોય અને લગ્નનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યા છે. અથવા તો લગ્ન વિધિના સ્થળ તરીકે ખોટું સ્થળ દર્શાવવામાં આવ્યું છે.સરદાર પટેલ ગ્રુપની માંગ છે કે, દીકરી જે ગામની હોય ત્યાં જ નોંધાણી થાય અને પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવે.

પાટીદાર સમાજની સંસ્થા SPGએ લગ્ન નોંધણીનું રાજ્ય વ્યાપી રેકેટ ચાલતું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. એસપીજીએ દાવો કર્યો છે કે ફક્ત પાંચ જિલ્લામાં જ ચાર હજારથી વધુ બોગસ લગ્ન કરાવવામાં આવ્યા છે. આ મામલે સંગઠને રાજ્ય સરકાર સમક્ષ તપાસની માગ કરી છે. સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે એક મોટો દાવો કર્યો છે. તેમનો આક્ષેપ છે કે ખોટી રીતે લગ્નની નોંધણીનું રાજ્યવ્યાપી રેકેટ ચાલી રહ્યું છે. આ માટે તેમણે આંકડા પણ રજૂ કર્યા છે. લાલજી પટેલનો દાવો છે કે રાજ્યમાં પાંચ જગ્યાએ જ ચાર હજાર 130 લગ્નની નોંધણી ખોટી રીતે કરવામાં આવી છે. જેમાંથી આણંદ, બનાસકાંઠા, અમરેલી અને ખેડામાં લગ્નની ખોટી નોંધણીની સંખ્યા સૌથી વધુ છે.

લાલજી પટેલનો દાવો છે કે બનાસકાંઠાના સમોના ગામમાં એક વર્ષમાં 159 લગ્ન નોંધણી થઈ છે, જ્યારે બાલુન્દ્રામાં 3 મહિનામાં 70 લગ્નની નોંધણી થઈ છે. અમરેલીના વડિયામાં 3 વર્ષમાં 1639 ખોટા લગ્નની નોંધણી થઈ છે. ખેડાના લસુન્દ્રામાં બે વર્ષમાં આવા 460 તેમજ આણંદના રેલ, વલ્લી, ખાખસર અને જીનજ ગામમાં 5 વર્ષમાં 1802 લગ્ન નોંધણી એક જ અધિકારીએ કરી છે. આણંદના રેલ ગામમાં 1100ની વસ્તી સામે 1200 લગ્નની નોંધણી થઈ છે.

લાલજી પટેલનું માનીએ તો SPGએ ખોટા લગ્નની નોંધણી માટે કરેલી તપાસમાં આ માહિતી સામે આવી છે. આ તો ફક્ત પાંચ જિલ્લાના આંકડા છે. જે બોગસ લગ્નની નોંધણીના રાજ્યવ્યાપી રેકેટ તરફ નિર્દેશ કરે છે. તેમનો દાવો છે કે કેટલાક કિસ્સામાં તો લગ્નની વિધિ થઈ ન હોવા છતા લગ્નના પ્રમાણપત્ર આપી દેવાયા છે અને ઘણા કિસ્સામાં લગ્નનું સ્થળ ખોટું દર્શાવવામાં આવ્યું છે. અધૂરા કે બનાવટી દસ્તાવેજોના આધારે પણ લગ્ન કરાવવામાં આવ્યા છે. રાજ્ય બહારના લોકો ગામના જૂના મંદિરોમાં લગ્ન કરે છે. એક જ વ્યક્તિ એકથી વધુ લગ્નોમાં સાક્ષી બન્યો હોવાનો પણ દાવો કરાયો છે. નોંધણી રજિસ્ટ્રાર સમક્ષ લગ્ન નોંધણીના દસ્તાવેજોની ખરાઈ પણ કરવામાં નથી આવતી.

સરદાર પટેલ ગ્રુપનું કહેવું છે કે ખોટી લગ્ન નોંધણી તમામ સમાજની સમસ્યા છે. આ દૂષણને રોકવા SPGએ રાજ્ય સરકાર સમક્ષ તપાસની માગ કરી છે. સાથે જ દિકરી જે ગામની હોય ત્યાં જ લગ્નની નોંધાણી કરવાની અને પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવાની માગ કરાઈ છે. આ માટે સર્વસમાજની બેઠક પણ બોલાવાઈ છે. જો એસપીજીનો આ દાવો સાચો હોય તો આ ગંભીર બાબત છે, જેની તપાસ જરૂરી છે. લગ્નની ખોટી નોંધણીના કારણો સામે આવે તે પણ અનિવાર્ય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news