અમેરિકામાં રહેતા આ ગુજરાતી વૈજ્ઞાનિકને ના મળી ગરબામાં એન્ટ્રી, જાણો કેમ...

ગુજરાતના વડોદરામાં રહેતા 29 વર્ષના કરણ જાનીની સાથે થઇ છે. તેઓ અમેરિકામાં અંતરિક્ષ વૈજ્ઞાનિક છે અને 12 વર્ષ પહેલા તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા.

અમેરિકામાં રહેતા આ ગુજરાતી વૈજ્ઞાનિકને ના મળી ગરબામાં એન્ટ્રી, જાણો કેમ...

અમદાવાદ: નવરાત્રીમાં ગરબાનું આયોજન દેશ-વિદેશમાં ધામધૂમથી કરવામાં આવે છે. અમેરિકામાં પણ ગરબાનું આયોજન કરવા આવતું હોય છે, પરંતુ ત્યાના એટલાન્ટા શહેરમાં ગરબા રમવા ગયેલા મૂળ ગુજરાતી વૈજ્ઞાનિક અને તેમના મિત્રોને ગરબા રમવાની પરવાનગી મળી ન હતી. બધાને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે આયોજકોએ એટલા માટે ગરબામાં એન્ટ્રી ના આપી કેમકે તેમને તેના નામને લઇ શંકા હતી કે તેઓ હિન્દુ નથી. તેમનું કહેવું હતું કે તમે લોકો હિન્દુ નથી. માટે તમને એન્ટ્રીની પરવાનગી આપવામાં આવશે નહીં.

આ ઘટના ગુજરાતના વડોદરામાં રહેતા 29 વર્ષના કરણ જાનીની સાથે થઇ છે. તેઓ અમેરિકામાં અંતરિક્ષ વૈજ્ઞાનિક છે અને 12 વર્ષ પહેલા તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે શુક્રવારે તેઓ તેમના ત્રણ મિત્રો સાથે એટલાન્ટાના શ્રી શક્તિ મંદિરમાં આયોજિત ગરબા પ્રોગ્રામમાં ગયા હતા. પરંતુ તેમને ત્યાના આયોજકે ગરબા રમવા માટે અંદર જવા દીધા ન હતા.

“You don’t look Hindu and last name in your IDs don’t sound Hindu”

— Dr. Karan Jani (@AstroKPJ) October 13, 2018

કરણ જાનીના જણાવ્યા અનુસાર આયોજકોએ તેમને કહ્યું કે તમે લોકો હિન્દુઓની જેમ દેખાતા નથી, તમે લોકો હિન્દુ લાગતા નથી. તમારા લોકોના ઓળખ કાર્ડમાં જે પણ ઉપનામ (અટક) લખી છે, તેમાં પણ તમે હિન્દુ હોવા વિશે જાણવા મળતુ નથી.

તેમણે કહ્યું કે આ દરમિયાન જ્યારે તેમના એક મિત્રએ આયોજનકોને પોતાનું ઓળખ કાર્ડ દેખાડ્યું અને એન્ટ્રીની પરવાનગી માંગી તો આયોજકે તેમને કહ્યું તમારી અટક ‘વાળા’ છે, આ હિન્દુ અટકની જેમ લાગતી નથી, માટે અમે તેમને ગરબા રમવાની પરવાનગી આપી શકતા નથી.

They still said we were “Vohra, Sindhis”. They actually kept stating other religions!!

They ganged up and told us to leave.

While we saw other non-Indians being entered (which they of course should!)

— Dr. Karan Jani (@AstroKPJ) October 13, 2018

કરણ જાનીનું કહેવું છે કે તેઓ ગુજરાતી હિન્દુ છે અને ગત 6 વર્ષથી એટલાન્ટામાં શ્રી શક્તિ મંદિરમાં આયોજિત થતા ગરબામાં જાય છે અને ત્યાં દર વર્ષે ગરબા રમતા હોય છે. પરંતુ આ પહેલા ક્યારે પણ આવું તેમની સાથે થયું નથી. તેમણે કહ્યું કે આયોજક સાથે તેમણે ગુજરાતીમાં પણ વાત કરી હતી. પોતાનું આઇડી કાર્ડ પણ દેખાડ્યું હતું. તો પણ તેમણે તેઓ અને તેમના મિત્રોને ગરબા રમવાની પરવાનગી ના આપી અને બહાર કાઢી મુક્યા હતા.

Apparently, it didn’t have our religion. Our caste.

It was embarrassing. I had tears in my eyes saying them:

“I come here to play Garba for last 6 years. How could you not let us in because of last name”

— Dr. Karan Jani (@AstroKPJ) October 13, 2018

કરણ જાનીની સાથે ગયેલા ત્રણે મિત્રોમાં શામેલ કોંકણી મુર્દેશ્વરની સાથે પણ આવું જ થયું હતું. કરણના જણાવ્યા અનુસાર તેમની આ મિત્રને આયોજકે કહ્યું અમે તમારા પ્રોગ્રામમાં જતા નથી તો તમને અમારા પ્રોગ્રામમાં આવવાની પરવાનગી નથી.

“We don’t come to your events, you are not allowed to ours”

She: “My last name is Murdeshwar. I’m Kannada-Marathi!”

Him: “What is Kannada? You are Ismaili”

— Dr. Karan Jani (@AstroKPJ) October 13, 2018

કોંકણી ત્યાં પ્રથમ વખત ગઇ હતી. કરણ જાનીના જણાવ્યા અનુસાર જ્યારે કોંકણીને આયોજકે કહ્યું કે તેમની અટક મુર્દેશ્વર છે અને તેઓ કન્નડ-મરાઠી છે. પરંતુ આ મુદ્દે તેમણે કહ્યું ‘કન્નડ’ શું છે, તમે ઇસ્માઇલી છો.

— Dr. Karan Jani (@AstroKPJ) October 13, 2018

જાનીના જણાવ્યા અનુસાર તેઓ ગત 12 વર્ષથી અમેરિકામાં રહે છે. પરંતુ આ રીતે ક્યારે પણ તેમને આ રીતની કોઇ મુશ્કેલી પડી ન હતી. તેમણે કહ્યું કે આયોજકોએ તેમની બે મહિલા સાથીઓની સાથે ખરાબ વર્તન કર્યું છે. પરંતુ જ્યારે આ મામલામાં શ્રી શક્તિ મંદિરને ઇ-મેઇલ મોકલ્યો ત્યારે તેનો જવાબ આપવામાં આવ્યો નથી. જાનીએ કહ્યું કે ઘણા સમય પછી મંદિરના વહીવટ કર્તાનો તેમના પર ફોન આવ્યો અને તેમને કહ્યું કે ચેરમેન આ સમગ્ર મામલાની નીદા કરી છે. તેમણે કહ્યું કે મંદિર વહિવટીતંત્ર આવો કોઇપણ ભેદભાવને સમર્થન કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news