IND Vs NZ 3rd T20 Live Score: અમદાવાદમાં શુભમન ગિલની વિસ્ફોટક સદી, ન્યૂઝીલેન્ડને જીતવા 235 રનનો લક્ષ્યાંક

IND Vs NZ 3rd T20 Live Score: શરૂઆતમાં ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ પડી ગઈ હતી અને ઈશાન કિશન 1 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ શાનદાર બેટિંગ કરી હતી. રાહુલ ત્રિપાઠી 44 રને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ 24 રન બનાવીને આઉટ થયો હતો.

 IND Vs NZ 3rd T20 Live Score: અમદાવાદમાં શુભમન ગિલની વિસ્ફોટક સદી, ન્યૂઝીલેન્ડને જીતવા 235 રનનો લક્ષ્યાંક

IND Vs NZ 3rd T20 Live Score: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને નિર્ણાયક T20 મેચ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 4 વિકેટે 234 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલે 63 બોલમાં 126 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. કિવી ટીમ સામે જીત માટે 235 રનનો ટાર્ગેટ છે.

— BCCI (@BCCI) February 1, 2023

શરૂઆતમાં ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ પડી ગઈ હતી અને ઈશાન કિશન 1 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ શાનદાર બેટિંગ કરી હતી. રાહુલ ત્રિપાઠી 44 રને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ 24 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલે કર્યરની પહેલી સેન્ચુરી ફટકારી છે.

— BCCI (@BCCI) February 1, 2023

નોંધનીય છે કે, ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

હાલમાં બંને ટીમો વચ્ચેની આ શ્રેણી 1-1થી બરાબરી પર છે. અમદાવાદમાં રમાઈ રહેલી આ મેચ જીતનાર ટીમ સિરીઝ પર કબજો કરશે. આ શ્રેણીની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડે 21 રનના અંતરથી જીત મેળવી હતી. આ પછી બીજી મેચ લખનૌમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી હતી અને શ્રેણી 1-1થી પોતાના નામે કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news