દેશના પહેલા ગે પ્રિન્સના લગ્ન! માનવેન્દ્રસિંહ ગોહિલે પાર્ટનર રિચર્ડસ સાથે અમેરિકામાં કર્યાં લગ્ન
Manvendra Singh Gohil Marriage : અચાનક માનવેન્દ્રસિંહ ગોહિલે પોતાના લગ્નની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાહેરાત કરી છે. જેમાં 6 જુલાઈ, 2022 તારીખનુ મેરેજ સર્ટિફિકેટ પણ રજૂ કર્યુ છે
Trending Photos
વડોદરા :રાજપીપળાના રોયલ પરિવારના માનવેન્દ્રસિંહ ગોહિલે વર્ષો પહેલા પોતાના ગે હોવાની માહિતી આપીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યારે માનવેન્દ્રસિંહ ગોહિલે ફરી એકવાર લોકોને ચોંકાવ્યા છે. તેમણે પોતાના ગે પાર્ટનર સાથે લગ્ન કર્યા છે. માનવેન્દ્રસિંહ ગોહિલે ગે પાર્ટનર ડીએન્ડ્રે રિચર્ડ્સ સાથે અમેરિકાના કોલંબસ શહેરના એક ચર્ચમાં લગ્ન કર્યા છે.
માનવેન્દ્રસિંહ ગોહિલ દેશના પ્રથમ ગે પ્રિન્સ તરીકેની ઓળખ મેળવી ચૂક્યા છે. તેમની દરેક ખબર ચોંકાવનારી અને ચર્ચામાં રહેતી હોય છે. જ્યારે તેમણે પોતાના ગે હોવાની જાહેરાત કરી હતી ત્યારે પણ રોયલ પરિવારો ચોંકી ઉઠ્યા હતા. તેના બાદ તેઓ વર્ષો સુધી રિચર્ડસ સાથે રહેતા હતા. બંને અનેકવાર જાહેરમાં સાથે જોવા મળ્યા છે. ત્યારે અચાનક તેમણે લગ્નની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાહેરાત કરી છે. જેમાં 6 જુલાઈ, 2022 તારીખનુ મેરેજ સર્ટિફિકેટ પણ રજૂ કર્યુ છે.
આ પણ વાંચો : Surat Rain Alert: સુરત જિલ્લામાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર, ઓલપાડમાં NDRF ની ટીમ તૈનાત
ગુજરાતના ગે પ્રિન્સ
માનવેન્દ્રસિંહ રાજપીપળા રોયલ પરિવારના પૂર્વ મહારાજા રઘુવીર સિંહ રાજેન્દ્રસિંહ તથા પૂર્વ મહારાણી રુકમણી દેવીના પુત્ર છે. આ પહેલા પણ માનવેન્દ્રસિંહના લગ્ન થયા હતા. વૈવાહિક જીવન સુખી ન હોવાથી તેમણે પત્નીથી તલાક લીધા હતા.
માનવેન્દ્રસિંહને પહેલીવાર સમલૈગિંક થવાની જાણ ત્યારે થઈ જ્યારે તેઓ માત્ર 12 વર્ષના હતા. રાજપરિવારે તેમને અભ્યાસ માટે મુંબઈ સ્કોટિસ સ્કૂલ અન મીઠીબાઈ કોલેજના અમૃતબેન જીવનલાલ કોલેજમાં મોકલ્યા હતા. તેમણે 2006 માં પોતાના ગે હોવાની જાહેરાત કરી હતી. આવી જાહેરાત કરનારા તેઓ દેશના પહેલા રાજ પરિવારના સદસ્ય છે.
તેઓ લાંબો સમય સમલૈગિંકોના હક માટે લડતા રહ્યા, તેમના માટે અવાજ ઉઠાવતા રહ્યાં હતા. આ માટે તેમણે એક કમ્યુનિટી સેન્ટર પર શરૂ કર્યુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે