Viral Video Today: એક રિક્ષામાં કેટલા બેસે? આ ઓટોમાંથી એટલા બધા લોકો નીકળ્યા, જોઈને પોલીસ સ્તબ્ધ

Viral Video Today: તમે છાશવારે જોયું હશે કે બસ કે ટ્રેનમાં સીટો ઓછી હોય છે પણ બેસનારા વધુ હોય છે. જેમ તેમ કરીને તેઓ બસમાં કે રિક્ષામાં બેસી જાય છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જેણે પણ જોયો તેના હોશ ઉડી ગયા.

Viral Video Today: એક રિક્ષામાં કેટલા બેસે? આ ઓટોમાંથી એટલા બધા લોકો નીકળ્યા, જોઈને પોલીસ સ્તબ્ધ

Viral Video Today: તમે છાશવારે જોયું હશે કે બસ કે ટ્રેનમાં સીટો ઓછી હોય છે પણ બેસનારા વધુ હોય છે. જેમ તેમ કરીને તેઓ બસમાં કે રિક્ષામાં બેસી જાય છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જેણે પણ જોયો તેના હોશ ઉડી ગયા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે પોલીસકર્મીએ આ ઓટોને રોકી અને તેમાંથી એક પછી એક પેસેન્જરને બહાર કાઢવાના શરૂ કર્યા તો હાજર બધાના હોશ ઉડી ગયા. 

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ગ્રામીણ વિસ્તારમાં એક પોલીસકર્મી ઓટો રોકે છે અને જ્યારે મુસાફરોને બહાર નીકળવાનું કહે છે ત્યારે એક પછી 27 જેટલા લોકો નીકળે છે જેમાં વૃદ્ધો અને બાળકો પણ સામેલ છે. પોલીસે આ ઓટોનું ચલણ કાપ્યું અને વીડિયો હાલ વાયરલ થતા લોકો યૂઝર્સ પણ જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BKS 💕💗 (@memes.bks)

જોનારાના હોશ ઉડી ગયા
આ વીડિયો જેણે પણ જોયો તેના હોશ ઉડી ગયા. કારણ કે એક ઓટોમાં વધુમાં વધુ કેટલા સવાર હોય... 6 વ્યક્તિ પરંતુ આ જે ઓટો હતી તેમાંથી એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ નહીં પરંતુ 27 જેટલા લોકો નીકળ્યા. વીડિયોને memes.bks નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી અપલોડ કરાયો છે. એક વ્યક્તિએ કમેન્ટ પણ કરી. આને ઓટો કેમ કહો છો, જિલ્લો જાહેર કેમ નથી કરી દેતા. વીડિયો પણ ભાત ભાતના રિએક્શન આવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news