રાજકોટમાં ડેકોરા બિલ્ડર્સને ત્યાં દરોડા, આઈટી વિભાગનું 44 સ્થળે મેગા સર્ચ ઓપરેશન

છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા શહેરના જાણીતા ઉદ્યોગપતિઓને ત્યાં આઇટીના દરોડો પાડવામાં આવી રહ્યાં છે.

રાજકોટમાં ડેકોરા બિલ્ડર્સને ત્યાં દરોડા, આઈટી વિભાગનું 44 સ્થળે મેગા સર્ચ ઓપરેશન

રાજકોટ: છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા શહેરના જાણીતા ઉદ્યોગપતિઓને ત્યાં આઇટીના દરોડા પાડવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં વહેલી સવારથી આઈટી વિભાગે મેગા સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. રાજકોટના એક સાથે 44 જગ્યાએ આઈટી વિભાગે મેગા ઓપરેશન હાથ કર્યું છે. રાજકોટના જાણીતા બિલ્ડર જમનભાઇ પટેલ ત્યાં આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવમાં આવ્યા હતા. તો આ સાથે ડેકોર ગ્રુપના તમામ ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે.

રાજકોટના નાનામૌઆ રોડ પર આવેલી તેમના 9 સ્ક્વેર એપાર્ટમેન્ટ પર આઇટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે જમનભાઇ પટેલ સહિત તેમના ભાગીદારોને ત્યાં પણ ઇન્કમટેક્ષ દ્રારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં જાણીતા બિલ્ડર અને ક્લાસિક કન્સ્ટ્રક્શનના માલિક સ્મિત કનેરિયાને ત્યાં સપાટો બોલાવ્યો છે. હાલ સ્મિત કનેરિયા અમેરિકા છે. આર્કિટેક્સથી બિલ્ડર બનેલા દિલીપ લાડાણી પર પણ દરોડા પાડ્યા છે.

જમનભાઈ પટેલ અને તેમના પુત્ર નિખિલને ત્યાં પણ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. તો, જમનભાઈ પટેલના ભાગીદારના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં 26 સ્થળે દરોડા અને 18 સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ડેકોર બિલ્ડર્સ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં 100થી વધુ અધિકારીઓ જોડાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news