ઓવૈસીની પાર્ટીના MLAએ પહેલા લગાવ્યાં 'ગણપતિ બાપ્પા મોર્યા'ના નારા, પછી માંગી માફી

પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ધારાસભ્ય વારિસ પઠાણે ગણપતિ બાપ્પા મોર્યાના નારા લગાવ્યાં બાદ માફી માંગવી પડી છે.

ઓવૈસીની પાર્ટીના MLAએ પહેલા લગાવ્યાં 'ગણપતિ બાપ્પા મોર્યા'ના નારા, પછી માંગી માફી

નવી દિલ્હી: પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ધારાસભ્ય વારિસ પઠાણે ગણપતિ બાપ્પા મોર્યાના નારા લગાવ્યાં બાદ માફી માંગવી પડી છે. કહેવાય છે કે એક વીડિયોમાં વારિસ પઠાણ મુંબઈના ભાયખલ્લા પંડાલમાં ગણપતિ બાપ્પા મોર્યાના નારા લગાવી રહ્યાં હતાં. આ વીડિયો સામે આવ્યાં બાદ તેમણે પાર્ટીના નેતૃત્વની ટીકા સહન કરવી પડી. પાર્ટી તરફથી મળેલી ફટકાર બાદ તેમણે પોતાના નિવેદન બદલ માફી માંગી છે. 

— ANI (@ANI) September 25, 2018

મુંબઈના ભાયખલ્લા ગણેશ પંડાલનો છે  વીડિયો
કહેવાય છે કે એઆઈએમઆઈએમના ધારાસભ્ય વારિસ પઠાણ ભાયખલ્લાના એક ગણેશ પંડાલમાં ગયા હતાં. વીડિયો મુજબ પંડાલમાં આવેલા લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે ભગવાન ગણપતિ તમને બધાને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા આપે. ત્યાં ગણપતિ બાપ્પા મોર્યાના તેમણે નારા પણ લગાવ્યાં  હતાં. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા વારિસ પઠાણ ટ્રોલર્સના નિશાના પર આવી ગયાં. લોકોએ તેમને ખુબ ટ્રોલ કર્યાં. 

વંદે માતરમને લઈને આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
સોશિયલ મીડિયા પર ટ્રોલર્સે કહ્યું કે પઠાણ હંમેશા વંદે માતરમ અને ભારત માતા કી જય ન બોલવા પર ભાર મૂકતા આવ્યાં છે. જ્યારે તેઓ ગણપતિ બાપ્પાનો જય જયકાર કરી રહ્યાં છે. જો કે ટ્રોલ થવા પર અને પાર્ટી હાઈકમાન્ડથી ફટકાર મળ્યા બાદ પઠાણે એક વીડિયો જારી કરીને માફી માંગી છે. તેમણે વીડિયોમાં કહ્યું છે કે મારાથી ભૂલ થઈ, ફરીથી આવી ભૂલ નહીં થાય. અલ્લા મારા ઈમાનને વધુ મજબુત બનાવે અને આ ભૂલ માટે મને માફી આપે. અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા વારિસ પઠાણ મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર વંદે માતરમ ન બોલવાને લઈને ભાજપ ધારાસભ્ય રાજ પુરોહિત સાથે ભીડી ગયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news