વાપીમાં લિયાકત નામના શખ્સે રાષ્ટ્ર ધ્વજ અને હિંદૂ દેવતાઓનાં ફોટાઓનું અપમાન કર્યું

જિલ્લાના મોરાઇમાં રાષ્ટ્રધ્વજ અને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન થતા ચકચાર મચી ગઇ હતી. કચરાના ઢગલામાં રાષ્ટ્રધ્વજ અને હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રોવાળા ધ્વજાને ભંગારમાં ફેંકતા હિન્દુ સંગઠનો અને લોકોમાં રોષ વ્યાપ્યો હતો. મામલો ગરમાતા પોલીસે આ મામલામાં લિયાકત શેખ નામના એક વ્યક્તિની અટકાયત કરી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત મુજબ વાપી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલ મોરાઈમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં રાષ્ટ્રધ્વજ અને હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો સાથેના ધ્વજાને ભંગારમાં ફેંકી દેવામાં આવી હતી. 
વાપીમાં લિયાકત નામના શખ્સે રાષ્ટ્ર ધ્વજ અને હિંદૂ દેવતાઓનાં ફોટાઓનું અપમાન કર્યું

નિલેશ જોશી/વલસાડ : જિલ્લાના મોરાઇમાં રાષ્ટ્રધ્વજ અને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન થતા ચકચાર મચી ગઇ હતી. કચરાના ઢગલામાં રાષ્ટ્રધ્વજ અને હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રોવાળા ધ્વજાને ભંગારમાં ફેંકતા હિન્દુ સંગઠનો અને લોકોમાં રોષ વ્યાપ્યો હતો. મામલો ગરમાતા પોલીસે આ મામલામાં લિયાકત શેખ નામના એક વ્યક્તિની અટકાયત કરી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત મુજબ વાપી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલ મોરાઈમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં રાષ્ટ્રધ્વજ અને હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો સાથેના ધ્વજાને ભંગારમાં ફેંકી દેવામાં આવી હતી. 

હાઇવે પરથી પસાર થતા લોકોએ દ્રશ્ય જોતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા . બનાવની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. લિયાકત શેખ નામના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા આ ભંગારના ગોડાઉનમાં રાષ્ટ્રધ્વજમાં ભંગારનો સામાનનું પોટલું ભરેલું હતું. સાથે જ ભગવાન શ્રી રામ અને હનુમાનજીના ચિત્રો વાળા ધ્વજાઓમાં પણ ભંગારનો સામાન ભરીને કચરામાં ફેંકી દેવામાં આવ્યો હતો. આથી લોકોએ ભંગારના ગોડાઉનના સંચાલક સામે રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસને જાણ કરી હતી. 

બનાવની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા. જોકે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓમાં ભારે રોષ વ્યાપેલો હોવાથી પોલીસે લિયાકત શેખ નામના ભંગારના ગોડાઉનના સંચાલકની અટકાયત કરી હતી. બનાવની જાણ થતાં જ મોરાઇ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની ટીમ સ્થળ પર પહોંચી હતી. મોરાઇ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ચાલતા આ ભંગારનાં ગોડાઉનના સંચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ સમક્ષ માંગ કરી હતી. વધુમાં મોરાઈ ગ્રામ પંચાયત દ્વારા ભંગારના ગોડાઉનમાં સંચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news