રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ ટળ્યું, તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લાગ્યું
ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટ દૂર થતાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોએ રાહતોનો શ્વાસ લીધો છે. ગુજરાતના તમામ બંદરો પર વાયુ વાવાઝોડાની અસર ઘટતાની સાથે જ 9 નંબરનું ભયજનક સિગ્નલ હટાવીને 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડું પોરબંદરથી 180 કિમી દૂર ફંટાયું છે.
Trending Photos
અમદાવાદ: ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટ દૂર થતાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોએ રાહતોનો શ્વાસ લીધો છે. ગુજરાતના તમામ બંદરો પર વાયુ વાવાઝોડાની અસર ઘટતાની સાથે જ 9 નંબરનું ભયજનક સિગ્નલ હટાવીને 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડું પોરબંદરથી 180 કિમી દૂર ફંટાયું છે. જ્યારે વેરાવળછી 230 અને દીવના દરિયા કિનરાથી 290 કિમી દૂર થયું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દ્વારાકાના દરિયા કિનારે હવે પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બંદરો પરથી 9 નંબરનું ભયજનક સિગ્નલ હટાવી દેવામાં આવ્યું છે.વાયુનો ખતરો દૂર થતાં બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં ફસાયેલા 35 જેટલા મુસાફરોને અમદાવાદની રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ મારફત બહાર લાવવામાં આવ્યા હતા. પસ્થિતિ કાબુમાં આવ્યા બાદ બેટ દ્વારકા ખાતે ફેરી બોટ સેવા શરૂ કરવામાં આવશે.
મેડિકલ પ્રવેશ પ્રક્રિયા સરકારે સરળ બનાવી, ડોમિસાઇલ સર્ટિફિકેટની હવે જરૂર નથી : નીતિન પટેલ
કંડલા બંદરે 9 નંબરના સિગ્નલમાથી 2 નંબરનુ કરાયું છે. એમ.એમ.ડીની સુચના બાદ ભયજનક સ્થિતિ દર્શાવતુ સિગ્નલ હટાવી લેવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડુ ફંટાઈ જતા તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો. હવે પોર્ટમાં હેન્ડલીંગ સહિતની કામગીરી પણ ટુંક સમયમાં શરૂ કરાશે.
અમરેલીના જાફરાબાદ બંદર પર પવન અને દરિયાના કરંટમાં ઘટાડો નોંધાયો હતો. ફિશરીઝ વિભાગ દ્વારા મહાભયજનક 9 નંબરનું સિગ્નલ દૂર કરીને 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ ઓછી થવાને કારણે તંત્ર દ્વારા ભયજનક સિગ્નલને દૂર કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે