વ્યાજે ઘોળાવ્યું વખ: સુરતમાં સરકારી કર્મચારીએ સુસાઇડ નોટ લખી ઝેરી દવા ગટગટાવી

કોરોના મહામારી વચ્ચે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સુરત પાલિકાના તાલીમાર્થી કર્મચારી અનિલ ચૌધરીએ સુસાઇડ નોટ લખીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે અનિલ ચૌધરીના પત્નીએ જણાવ્યું કે, ફાયનાન્સર પાસેથી 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા. બે વર્ષમાં 24 લાખ રૂપિયા ચુકવ્યા હતા. ત્યાર બાદ 13 લાખ મકાન વેચીને આપ્યા હતા. જો કે વ્યાજખોરો 30 લાખનો ચેક નાખી રીટર્ન કરાવીને નોટિસ આપી હતી. જેથી અનિલ માનસિક તાણ અનુભવી રહ્યો હતો. જેના પગલે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. 
વ્યાજે ઘોળાવ્યું વખ: સુરતમાં સરકારી કર્મચારીએ સુસાઇડ નોટ લખી ઝેરી દવા ગટગટાવી

સુરત : કોરોના મહામારી વચ્ચે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સુરત પાલિકાના તાલીમાર્થી કર્મચારી અનિલ ચૌધરીએ સુસાઇડ નોટ લખીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે અનિલ ચૌધરીના પત્નીએ જણાવ્યું કે, ફાયનાન્સર પાસેથી 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા. બે વર્ષમાં 24 લાખ રૂપિયા ચુકવ્યા હતા. ત્યાર બાદ 13 લાખ મકાન વેચીને આપ્યા હતા. જો કે વ્યાજખોરો 30 લાખનો ચેક નાખી રીટર્ન કરાવીને નોટિસ આપી હતી. જેથી અનિલ માનસિક તાણ અનુભવી રહ્યો હતો. જેના પગલે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. 

અનિલે ફાયનાન્સર પાસેથી 10 ટકા વ્યાજે 25 લાખ રૂપિયા લીધા હતા. 2 વર્ષમાં 24 લાખ રૂપિયા આપ્યા અને એક વર્ષ પહેલા 15 નિકળતા હોવાથી 13 લાખ રૂપિયામાં મકાન વેચીને તેને આપ્યો હતો. 10 લોકોની મધ્યસ્થતા બાદ વ્યાજરોને ના પાડી હતી કે હવે રૂપિયા આપવા નહી અને 2 લાખ રૂપિયા આફી પેપર આપવાની વાત કરી હતી. જો કે વ્યાજખોરોએ 30 લાખ રૂપિયાનો ચેક નાખી રિટર્ન કરાવી નોટિસ ફટકારી હતી. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સુરત શહેરના લિંબાયત નિલગીરી રંગીલા નગરમાં અનિલ કૈલાશભાઇ ચધરી બે પુત્રી અને એક પુત્ર તથા પત્ની સાથે રહે છે. અનિલ પાલિકાના ઉધના દબાણ ડેપોમાં છેલ્લા 20 મહિનાથી તાલીમાર્થી કર્મચારી તરીકે કાર્યરત છે. અનિલ છેલ્લા 3-4 દિવસથી માનસિક દાબમાં રહેતો હતો. 

દરમિયાન આજે બપોરે ભોજન બાદ આરામ કરવાના બહાને મિત્રોથી છુટો પડી ઉંઘની ગોળીઓ ખાઇને કોઇ પ્રવાહી પીધું હતું. ત્યાર બાદ ઉલ્ટીઓ થતા મિત્રો દોડી આવ્યા હતા. પુછપરછમાં ઝેરી દવા પીધી હોવાનું બહાર આવતા તેને 108 દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની સ્થિતી ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. તેની પાસેથી બે પાનાની સુસાઇડ નોટ મળી આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news