ગુજરાતનાં અડધો અડધ કેસ અમદાવાદ-સુરતમાં પણ હોસ્પિટલોમાં ખાટલા ખાલી
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા થોડા સમયમાં કોરોના વિસ્ફોટ થયો છે. ઓમિક્રોન ઉપરાંત ડેલ્ટા વેરિયન્ટનાં પણ મોટા પ્રમાણમાં કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે ગુજરાતની સ્થિતિ વિકટ બનતી જઇ રહી હોય તેવું ચિત્ર ઉભું થયું છે. આંકડા જ એટલા મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. જો કે આટલા આંકડા આવી રહ્યા હોવા છતા હોસ્પિટલની જરૂર નહીવત્ત પડી રહી છે.
અમદાવાદમાં છેલ્લા 4 દિવસમાં 13,725 કોરોનાના કેસો નોંધાયા છે. કોરોનાના હજારો કેસ આવવા છતાં અમદાવાદમાં હોસ્પિટલાઈઝેશનની જરૂરિયાત નહિવત છે. સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. જો કે હોસ્પિટલની જરૂર નહીવત્ત પડી રહી છે. અત્રે નોંધનીય છે કે, ઓમિક્રોન ખતરનાક નહી હોવાનાં કારણે લોકો હોમ ક્વોરન્ટાઇન રહીને જ સાજા થઇ જાય છે.
ગુજરાતનાં ટોટલ કેસના અડધાથી વધારે કેસ અમદાવાદમાં જ આવી રહ્યા છે. તેમ છતા પણ અમદાવાદની ખાનગી કોવિડ19 હોસ્પિટલમાં માત્ર 150 જ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ 150 દર્દીઓમાંથી 76 દર્દીઓ આઇસોલેશન બેડ પર, માત્ર 2 જ દર્દીઓ ICU વિથ વેન્ટિલેટર બેડ પર તો 14 દર્દીઓ ICU વિથ આઉટ વેન્ટિલેટર બેડ પર તેમજ 59 દર્દીઓ HDU બેડ પર સારવાર હેઠળ
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 14 જાન્યુઆરીએ 3164, 13 જાન્યુઆરીએ 3754, 12 જાન્યુઆરીએ 3904 અને 11 જાન્યુઆરીએ 2903 કોરોનાના કેસો નોંધાયા છે. આમ છતા પણ કોરોનાના આટલા કેસ આવતા હોવા છતા પણ સ્થિતિ ખુબ જ માઇલ્ડ છે. હોસ્પિટલાઇઝેશનની મોટા ભાગના દર્દીઓને જરૂર પડતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે