Rakesh Jhunjhunwala એ ફરી આ શેર પર લગાવ્યો દાંવ, તમે ખરીદશો તો થશે મોટી કમાણી

રાકેશ ઝુનઝુનવાલા શેર બજારનું એવું નામ છે, જેઓ કોઈ શેર ખરીદે તો રોકાણકાર આંખ બંધ કરીને તેમાં પૈસા લગાવતા હોય છે. જો તે કોઈ શેરને પોતાના પોર્ટફોલિયોમાંથી હટાવી દે તો, લોકો તેને ખરીદતા નથી. 

Rakesh Jhunjhunwala એ ફરી આ શેર પર લગાવ્યો દાંવ, તમે ખરીદશો તો થશે મોટી કમાણી

નવી દિલ્હીઃ  Rakesh Jhunjhunwala Portfolio : શેર બજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા  (Rakesh Jhunjhunwala)  જે શેર ખરીદે છે, તે ખુબ ઉપર ચઢી જાય છે. તો જે શેરને પોતાના પોર્ટફોલિયોમાંથી હટાવી દે તો, તેને કોઈ ખરીદદાર મળતો નથી. રાકેશ ઝુનઝુનવાલાએ એકવાર પોતાના પોર્ટફોલિયોને જૂના શેરના ભરોસે રાખ્યો છે. 

Titan Company પર વિશ્વાસ યથાવત
ઝુનઝુનવાલાએ પોતાના પોર્ટફોલિયોમાં વેલ્યૂ પ્રમાણે સામેલ સૌથી મોટા સ્ટોક Titan Company પર વિશ્વાસ યથાવત રાખ્યો છે. ડિસેમ્બરમાં ખતમ થયેલા ક્વાર્ટરમાં તેમણે Titan Company માં પોતાની ભાગીદારી 0.2 ટકાથી વધારી 5.1 ટકા કરી લીધી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ તેમણે કંપનીના સ્ટોક ખરીદ્યા હતા. 

2594 રૂપિયા પહોંચ્યો શેરનો ભાવ
Titan Company રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં છેલ્લા કેટલા  સમયથી છે. 2003 માં રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીમાં 3 રૂપિયાના સ્તર પર રોકાણ કર્યું હતું. આજે આ શેરનો ભાવ 2594 રૂપિયા છે. આ હિસાબે શેર તેમના માટે મલ્ટીબેગર સાબિત થયો છે. ડિસેમ્બરના ક્વાર્ટરના આધાર પર તેમના પોર્ટફોલિયોમાં કંપનીના 45,250,970 શેર છે, જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેમની પાસે 43,300,970 શેર હતા. 

આ પ્રમાણે તેમણે ડિસેમ્બર ક્વાર્ટરમાં પોતાના પોર્ટફોલિયોમાં Titan Company ના 19.50 લાખ શેર જોડ્યા છે. હાલના સમયે તેમના પોર્ટફોલિયોમાં સામેલ કંપનીના શેરની વેલ્યૂ 11,852.4 છે. આ વેલ્યૂ પ્રમાણે સૌથી વધુ છે. ત્યારબાદ તેમના પોર્ટફોલિયોમાં Star Health and Allied Insurance  કંપની છે, જેના શેરની વેલ્યૂ 8285.5 કરોડ છે. 

દરેક વર્ટિકલમાં ગ્રોથ નોંધાયો
લગ્ઝરી પ્રોડક્ટ બનાવનારી Titan Company માટે ડિસેમ્બરનું ક્વાર્ટર શાનદાર રહ્યું. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન બિઝનેસમાં વાર્ષિક 37 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. કસ્ટમર બિઝનેસથી ઓવરઓલ રેવેન્યૂમાં વાર્ષિક આધાર પર 36 ટકાનો ગ્રોથ રહ્યો છે. કંપની ઘડીયાળ તથા વિયરેબલ્સ કારોબારના રેવેન્યૂમાં વાર્ષિક આધાર પર 28 ટકાનો મજબૂત ગ્રોથ રહ્યો છે. જ્યારે આઈ વિયર સેગમેન્ટમાં વાર્ષિક આધાર પર 27 ટકાનો મજબૂત ગ્રોથ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news