GUJARAT માં આપ ભાજપની B ટીમ તરીકે કામ કરશે, આપનું કોઇ અસ્તિત્વ નથી
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતનાં પ્રવાસે છે. આજે અમદાદમાં તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે ગુજરાતની કફોડી સ્થિતિ અને ભાજપ તથા કોંગ્રેસની મિલિભગત અંગે પણ ચર્ચા કરી હતી. ગુજરાતમાં ભાજપનાં લોકો આ બંન્ને પાર્ટીઓથી ત્રસ્ત હોવાનું પણ જણાવ્યું હતુ. જો કે આ અંગે કોંગ્રેસી નેતા અર્જૂન મોઢવાડીયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, કોંગ્રેસ જ ભાજપનો વિકલ્પ છે.
ગુજરાતમાં ભાજપની મજબુતીનો અર્જૂન મોઢવાડીયાએ સ્વિકાર કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, સ્વ ચીમનભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા, સ્વ કેશુભાઇ પટેલ સહિતનાં દિગ્ગજો ભાજપનો વિકલ્પ ન બની શક્યા તો દિલ્હીથી આવેલા કેવી રીતે બની શકે ? વિકલ્પ કોંગ્રેસ હતો, છે અને રહેવાનો છે. તેમણે સ્પષ્ટ રીતે આમ આદમી પાર્ટીને લોકો સ્વિકારશે નહી તેમ જણાવ્યું હતું.
કોરોના સેકન્ડ વેવમાં સરકારની નિષ્ફળતા કાળા અક્ષરે લેખાશે
ત્રીજા વેવની તૈયારીઓ અંગે મુખ્યમંત્રીના નિવેદન પર અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે, લોકડાઉન ભારતના ઇતિહાસ માટે કલંકરૂપ ઘટના છે. કોવિડના બીજા વેવને ભાજપના નેતાઓએ આમંત્રણ આપ્યું છે. અનેક લોકો ઓક્સિજન, ઇન્જેક્શન અને બેડના અભાવે મૃત્યુ પામ્યા છે. ગુજરાત માટે બીજો વેવ કલંકિત ઘટના સમાન છે. આ ઘટના ગુજરાતના ઇતિહાસ માં કાળા અક્ષરે લખાશે. હાઇકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી નિમાવી જોઈએ.
આપની ગુજરાતમાં એન્ટ્રી અંગે પણ મોઢવાડીયાએ નિવેદન આપ્યું હતું. ચૂંટણી સમયે લાભ લેવા આવતા લોકો નવા નથી. ગુજરાત ક્યારેય ત્રીજા પક્ષને અપનાવતું નથી. ઇતિહાસમાં જોયું છે કે, ત્રીજો પક્ષ ભાજપને ફાયદો કરાવે છે. કેશુબાપા, ચીમન પટેલ અને શંકરસિંહ જેવા નેતાઓ પણ ત્રીજા પક્ષ તરીકે નિષ્ફળ સાબિત થયા છે. આપ પણ ભાજપની બી ટિમ તરીકે જ કામ કરશે.
ભાજપ વિરોધી મતોમાં ભાગ પાડવા માટે ત્રીજો પક્ષ આવ્યો છે. કેટલીક બેઠકો પર જરૂરથી આપ કોંગ્રેસને નુકસાન પહોંચાડશે. સુરતમાં પણ કોંગ્રેસની ખામી ના કારણે 'આપ' ને બેઠકો મળી છે. ભાજપની બેઠકો પૈકી એક પણ બેઠક આપ જીત્યુ નથી. ગુજરાતના મતદાતાઓ કોંગ્રેસને જ વિકલ્પ તરીકે સ્વીકારશે. કેજરીવાલના અસ્તિત્વ પર અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે, દિલ્લી સિવાય સમગ્ર ભારતમાં આપનું ક્યાંય અસ્તિત્વ નથી. દિલ્લી કોર્પોરેશન જેવડું છે એમાં કેજરીવાલે કાંઈ નથી કર્યું. શીલા દીક્ષિતે વિકસિત દિલ્લી કેજરીવાલને આપ્યું. કેજરીવાલે માત્ર પોતાનાં નામના પાટીયા જ માર્યા છે. કેજરીવાલે કાઈ ખાસ નથી કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે