ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયતને લઇ મહત્ત્વના સમાચાર, જાણો Nitin Patelનું નિવેદન
ઊંઝાનાં પાટીદાર ધારાસભ્ય આશાબહેન પટેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને તેમની સ્થિતિ વધારે નાજુક હોવાથી વેન્ટીલેટર ઉપર ખસેડવામાં આવ્યાં છે.
Trending Photos
આશ્કા જાની- ગૌરવ પટેલ/ અમદાવાદ: ઊંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલની તબિયત હાલમાં અતિ નાજુક છે. આશાબેન પટેલને ડેન્ગ્યૂ થયા બાદ લીવર ડેમેજ થતાં સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. ઊંઝાનાં પાટીદાર ધારાસભ્ય આશાબહેન પટેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને તેમની સ્થિતિ વધારે નાજુક હોવાથી વેન્ટીલેટર ઉપર ખસેડવામાં આવ્યાં છે.
ઊંઝા ભાજપાના ધારાસભ્ય આશાબેન પટેલનો વેન્ટિલેટર પર આજે ત્રીજો દિવસ છે. અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં સાતમા માળે તેમની સારવાર ચાલી રાહી છે. તબીબો દ્વારા તેમના હેલ્થ બુલેટિન જાહેર કરીને જણાવવામાં આવી રહ્યું છે કે આશાબેન પટેલની તબિયત ખુબ જ નાજુક સ્થિતિ છે. ગઈ કાલે મોડી સાંજે આશાબેન પટેલ મુદ્દે અનેક અટકળોએ વેગ પકડ્યો હતો. ઝાયડ્સ હોસ્પિટલે આશાબેન પટેલ બાબતે ચર્ચાતી અટકળોને નકારી હતી. ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી રહી છે. બીજી બાજુ આશાબેન પટેલના ખબર અંતર પૂછવા ભીડ ન કરવી સલાહ આપવામાં આવી છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ઊંઝાના ધારાસભ્ય આશાબેનના હાલચાલ જાણ્યા હતા. ત્યારબાદ નિતિન પટેલે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સતત 24 કલાક ડાયાલિસિસ ચાલી રહ્યું છે. લીવર ઉપર પણ સોજો આવેલો છે તેમજ હૃદયના ધબકારા પણ ધીમા થયા છે. આશાબેન પટેલની કિડની ફેલ થઇ છે. તેમનું બિ.પી.ખૂબ ઓછું આવી રહ્યું છે. ડોકટરો હાલ થોભો અને રાહ જોવોની પદ્ધતિ પર કામ કરી રહ્યા છે. ઝાયડસ હોસ્પિટલના બેસ્ટ ડોક્ટરની ટીમ તેમની સારવાર માટે લાગેલી છે. તે ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના છે.
અત્રે નોંધનીય છે કે, શનિવારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ખબર અંતર પૂછ્યા છે. આ ઉપરાંત કેબિનેટ મંત્રી બ્રિજેશ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓએ તેમના ખબર અંતર પૂછ્યા છે.
હાલમાં આશાબહેન પટેલનું લીવર ડેમ થતાં સ્થિતિ ગંભીર છે. હાલમાં આશાબેન પટેલને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ગુલબસિંહ રાજપૂતે પણ તેમના આયુષ્ય માટે પ્રાર્થના કરી છે. તેમજ તેમના ગામ ઊંઝામાં ઊંઝાવાસીઓએ તેમના આયુષ્ય માટે પ્રાર્થના પણ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે