શાખનો સવાલ: છારાનગરમાં પોલીસ પર હુમલો કરાનારની તાત્કાલીક ધરપકડ

શહેર પોલીસ પર હુમલાના બનાવો વઘતા લોકોની સુરક્ષા કરતા પોલીસને હવે સુરક્ષા લેવાની જરૂરિયાત ઉભી થઇ છે. તાજેતરમાં જ સરદારનગર પોલીસ સ્ટેશનનાં PSI પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો હતો. હવે હેડ કોન્સ્ટેબલ પર હુમલો થયો. છારાનગરમાં સમન્સ પાઠવવા ગયેલ પોલીસકર્મીએ અન્ય પરિવારજનો ના ઝઘડામાં વચ્ચે પડતા પોલીસકર્મી પર હુમલો થયો. સરદારનગર પોલીસ ગણતરીના કલાકોમાં હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી હાલતો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

શાખનો સવાલ: છારાનગરમાં પોલીસ પર હુમલો કરાનારની તાત્કાલીક ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેર પોલીસ પર હુમલાના બનાવો વઘતા લોકોની સુરક્ષા કરતા પોલીસને હવે સુરક્ષા લેવાની જરૂરિયાત ઉભી થઇ છે. તાજેતરમાં જ સરદારનગર પોલીસ સ્ટેશનનાં PSI પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો હતો. હવે હેડ કોન્સ્ટેબલ પર હુમલો થયો. છારાનગરમાં સમન્સ પાઠવવા ગયેલ પોલીસકર્મીએ અન્ય પરિવારજનો ના ઝઘડામાં વચ્ચે પડતા પોલીસકર્મી પર હુમલો થયો. સરદારનગર પોલીસ ગણતરીના કલાકોમાં હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી હાલતો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સરદારનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતું છારાનગર કોઈને કોઈ બાબતે વિવાદમાં આવે છે. ત્યારે ફરી એક વખત છારાનગર વિસ્તારમાં શુક્રવારના રોજ બપોરના સમયે હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરી વિવાદમાં આવ્યું. પોલીસકર્મી વિક્રમસિંહ છારાનગરમાં આરોપીને સમન્સ બજવણી કરવા ગયા તે દરમ્યાન ત્યાં ચાલતા પારિવારિક ઝઘડાને જોતા પોલીસકર્મીએ બંધ કરાવ્યો. 

જે જોઈ ઉશ્કેરાઈને જાહેર રસ્તામાં આરોપી શ્રીંકાત ઉર્ફે સીરયો છારા એ બેટનાં ફટકા પોલીસકર્મીને મારી દીધા. પોલીસકર્મી પર આ જીવલેણ હુમલો થતા લોહીલૂહાણ હાલતમાં પોલીસકર્મી વિક્રમસિંહને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. જોકે ઉચ્ચ પોલીસ અધિકારીને આ અંગે જાણ કરાતા અલગ અલગ ટીમ બનાવીને આરોપી શ્રીંકાત છારાની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી હતી.

ભાજપ સાથે જોડાણ કરનાર તમામને માન સન્માન મળે તેવા પ્રયત્ન: નીતીન પટેલ

પોલીસ પર હુમલો કરનાર શ્રીંકાત ઉર્ફે શીરીયો છારા પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે દારૂ પીધેલ હોવાથી ભાન ભુલીને પોલીસકર્મી પર જીવલેણ હુમલો કર્યો. પરંતુ  આરોપી શ્રીંકાત પર વિરુધ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં વર્ષ 2012માં હત્યાના ગુનામાં પણ પકડાઇ ચુકેલ છે. અને 10 થી વધુ ગુનાઓ નોધાયા છે. ઉલ્લેખનીય છે આરોપી હાલ રીક્ષા ચલાવતો હતો અને શુકવારે તેના પરિવારમાં ઝઘડો થતા પોલીસકર્મી પર ઉશ્કેરાઈ જઈ જીવલેણ હુમલો કરી દીધો હતો. સરદારનગરમાં અગાઉ પણ PSI પર જીવલેણ હુમલો થયો હતો. ત્યારે ફરી એક વખત હેડ કોન્સ્ટેબલ પર હુમલો થતા પોલીસની કામગીરી અને વ્યવ્હાર અંગે અનેક શંકાઓ કુશંકાઓ ઉપજી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news