એક બાદ એક વાવાઝોડા આવશે, આગામી સમયમાં ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી
Ambalal Patel: આગાહીકાર અંબાલાલ પટેલે વધુ ઘાતક આગાહી કરતા જણાવ્યું છેકે, આ વખતે વરસાદ ગુજરાતીઓની દિવાળી બગાડી શકે છે. 22 ઓક્ટોબરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે.
Trending Photos
Gujarat Weather: છેલ્લાં એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ચોમાસુ જવાને બદલે જાણે ફરી શરુ થયું હોય એવા ઘાટ ઘડાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યાં છે. આ સ્થિતિમાં શિયાળાની શરૂઆત કેવી રહેશે તે પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બન્ને આગાહીઓ પણ મહત્ત્વનો સંકેત આપી રહી છે.
હજુ 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી,,,,,ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પડશે વરસાદ... નર્મદા, સુરત અને ડાંગમાં પણ પડી શકે છે વરસાદ.....તાપી, નવસારી અને વલસાડમાં પણ પડશે વરસાદ... ત્યારબાદ રાજ્યમાં વધશે તાપમાનનો પારો....માવઠા સાથે કડકડતી ઠંડીની આગાહી આગાહી પણ આ શિયાળાને લઈને કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર દેશમાં આગામી સમયમાં એક બાદ એક વાવાઝોડાને કારણે માવઠા થવાની શક્યતા છે. આજથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન અંદમાન નિકોબાર ટાપુમાં થતા ગુજરાતમાં માવઠા સાથે કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે.. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં દિવાળીના તહેવાર સમયથી જ ઠંડીની શરૂઆત થઈ જશે.
અમેરિકાથી લઈને અમદાવાદ સુધી વાતાવરણમાં એવા પલટા આવી રહ્યાં છે કે, ઠંડીમાં ગરમી અને ગરમીમાં વરસાદ એવું અનુભવાય છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે ભયંકર છે. તેમણે છે ક 2027 સુધીની આગાહી કરીને કહ્યું કે, આગામી દસકો વધુ ખરાબ હશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 22, 23 અને 24 ઓક્ટોબરે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. એક બે નહીં બલકે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. આગાહીકાર અંબાલાલ પટેલે વધુ ઘાતક આગાહી કરતા જણાવ્યું છેકે, આ વખતે વરસાદ ગુજરાતીઓની દિવાળી બગાડી શકે છે. 22 ઓક્ટોબરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે.
અણધાર્યા વરસાદે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ખેડૂતોને પાયમાલ કર્યા છે. ખેતરમાં તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વળતાં આગામી સમયમાં ખેડૂતોને પાકના પૂરતા ભાવ ન મળતાં દિવાળીની ઉજવણી ઝાંખી થશે એવું લાગી રહ્યું છે. જૂનાગઢ અને ગોંડલ જિલ્લામાં ગત વર્ષે સરેરાશ એક વીઘામાં 12 મણ મગફળીનું ઉત્પાદન થતું હતું, ત્યારે આ વર્ષે ભારે વરસાદને પગલે માત્ર ત્રણથી ચાર મણ જ મગફળીનું ઉત્પાદન થયું છે. સરકાર દ્વારા જો યોગ્ય વળતર ચૂકવવા ખેડૂતની માગ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે