SURAT થી સૌરાષ્ટ્ર આવી રહ્યા હો તો ઘરે જ રહેજો, નહી તો પસ્તાવાનો વારો આવશે

ચક્રવાતી વાવાઝોડું તૌકતેની ચેતવણીના પગલે મુસાફરો તથા ટ્રેનોની સલામતી અને સંચાલનને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહારના અનેક રૂટ રદ્દ કરી દેવામાં આવ્યા છે. જેમાં વિમાન, ટ્રેન, બસ કે રોરો ફેરી તમામનો સમાવેશ થાય છે. ગુજરાત રેલવે દ્વારા કેટલીક ટ્રેનો રદ, કેટલીક ટ્રેનો ગંતવ્ય પહેલા સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
SURAT થી સૌરાષ્ટ્ર આવી રહ્યા હો તો ઘરે જ રહેજો, નહી તો પસ્તાવાનો વારો આવશે

સુરત : ચક્રવાતી વાવાઝોડું તૌકતેની ચેતવણીના પગલે મુસાફરો તથા ટ્રેનોની સલામતી અને સંચાલનને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહારના અનેક રૂટ રદ્દ કરી દેવામાં આવ્યા છે. જેમાં વિમાન, ટ્રેન, બસ કે રોરો ફેરી તમામનો સમાવેશ થાય છે. ગુજરાત રેલવે દ્વારા કેટલીક ટ્રેનો રદ, કેટલીક ટ્રેનો ગંતવ્ય પહેલા સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને સુરતને જોડતી મહત્વની રો રો ફેરી પણ વાવાઝોડાને ધ્યાને રાખીને રદ્દ કરી દેવામાં આવી છે. વાવાઝોડાની આગાહીના બદલે રોપેક્સ ફેરીને 2 દિવસ માટે સંચાલન નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે અધિકારીક રીતે આગામી બે દિવસ માટે ફરી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે ચાલતી રોરો ફેરી બંધ કરવાનો નિર્ણય સ્થાનિક તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તૌકતે વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠા પર દેખાતા રોપેક્સ બંધ કરવા કરાયો નિર્ણય. હાલ દરિયામાં વાવાઝોડાને પગલે કરંટ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતથી સૌરાષ્ટ્ર તરફ આવતી મોટા ભાગની ખાનગી બસો કોરોના કાળમાં સંચાલીત નથી થઇ રહી અને હવે વાવાઝોડાની સ્થિતિને ધ્યાને રાખી જેટલી છે તે પૈકીની પણ કેટલીક બસોનું સંચાલન બંધ કરવાનો સંચાલકોએ નિર્ણય લીધો છે. તેવામાં જો કોઇ રોરો ફેરી અને ખાનગી બસો બંધ છે તેવામાં કોઇ નાગરિક સૌરાષ્ટ્ર આવવા ઇચ્છતો હોય તો મુશ્કેલીમાં મુકાઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news