જામનગરમાં હની ટ્રેપ: નકલી પોલીસ બની ઠગાઇ કરતી ટોળકીનો પર્દાફાશ

શહેરમાં પુરુષ સુખી અને રૂપિયાવાળા પરિવારનો યુવાનોને અને જેની પાસે ફોરવ્હીલર કાર હોય તેવા લોકો સાથે ઠગાઇ કરી રૂપિયા પડાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગ મહિલાઓ સાથે મિત્રતા કરાવી અને બાદમાં પોલીસના નામે તોડ કરતી નકલી પોલીસની એક ગેંગને ખંભાળિયા પોલીસની ટીમે ઝડપી પાડી હતી. નકલી પોલીસના નામે ઠગાઈ કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
 

જામનગરમાં હની ટ્રેપ: નકલી પોલીસ બની ઠગાઇ કરતી ટોળકીનો પર્દાફાશ

મુસ્તાક દલ/જામનગર: શહેરમાં પુરુષ સુખી અને રૂપિયાવાળા પરિવારનો યુવાનોને અને જેની પાસે ફોરવ્હીલર કાર હોય તેવા લોકો સાથે ઠગાઇ કરી રૂપિયા પડાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગ મહિલાઓ સાથે મિત્રતા કરાવી અને બાદમાં પોલીસના નામે તોડ કરતી નકલી પોલીસની એક ગેંગને ખંભાળિયા પોલીસની ટીમે ઝડપી પાડી હતી. નકલી પોલીસના નામે ઠગાઈ કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

જામનગરમાં નકલી પોલીસ બાબતે બનેલી આ ઘટનાને લીધે જ વાત કરવામાં આવે તો જામનગર આરટીઓ કચેરીમાં નંબર પ્લેટ લગાવવાનું અને જમીન-મકાન લે વેચનું કામ કરતાં સાહીલ બ્લોચ નામના યુવકનો પરિચય પુષ્કરપાર્ક વિસ્તારમાં રહેતી અંકિતા ઉર્ફે જીગ્ના સાથે થયો હતો. મકાન લેવા બાબતે સાહિલને અંકિતાએ પોતાના ઘરે બોલાવી છેડતી અને બળાત્કાર કરવાના આક્ષેપો કરી અને રાડા-રાડ કરી મૂકી હતી. સાહિલને પોલીસ કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી પણ આપી હતી.

ગુજરાત કોંગ્રેસે અંતે હારનું ઠીકરું EVM પર ફોડ્યું, રાજીનામા મુદ્દે કોઇ ચર્ચા નહિં

આ ગેંગના અન્ય સાગરીતો ગોગન આહીર અને વિશ્વરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા. અને બોલેરો કારમાં અપહરણ કરી છૂટવા માટે રૂપિયા 20 હજારની માગણી કરી હતી. આવેલ શખ્સોમાના એક શખ્સે IB ઓફિસર અને અન્ય એક શખ્સે કોન્સટેબલ અને એક મહિલાએ પોતે મહિલા કોન્સટેબલ હોવાની ઓળખ સાહિલને આપી અને ધાક ધમકીઓ આપી તેની પાસેથી 20 હજાર રોકડા અને એક મોબાઈલ ફોન મેળવી લીધા હતા.

બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાતા પોલીસે ૩ આરોપીઓ અંકિતા,ગોગન આહીર અને વિશ્વરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે. જયારે ગેંગની મુખ્ય સૂત્રધાર માનવામા આવતી રાજકોટની નિશાને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news