Rupees News

સરકારી ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનું અનાજ બારોબાર સગેવગે થઇ ગયું, તપાસમાં થયો ઘટસ્ફોટ
શહેરાના સરકારી અનાજના ગોડાઉનમાંથી કરોડૉની કિંમતનો ઘઉં અને ચોખાના જથ્થાની ઘટ મળી આવતા કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે, ત્યારે આ મામલે હવે ગોડાઉન મેનેજર અને તેમના સ્ટાફ સહિત ઓડીટ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની સામે ફરિયાદ નોંધાવવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરાના સરકારી ગોડાઉનમાં માત્ર 18 દિવસ જેટલા ટૂંકા સમયમાં જ કરોડો રૂપિયાનું અનાજ પગ કરી ગયું હોવાના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. શહેરાના સરકારી ગોડાઉનમાં સ્ટોક પત્રક કરતાં ઓછો અનાજનો જથ્થો મળી આવ્યો હતો. શહેરા મામલતદાર અને જિલ્લા પુરવઠા મામલતદારની આકસ્મિક ચકાસણીમાં આ કથિત કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં ચોંકી જવાય એવી વિગતો સામે આવી છે. ગત 31 જાન્યુઆરીએ કરાયેલા ઓડિટ અને જીલ્લા પુરવઠા અધિકારીની મુલાકાત કરી સ્ટોકની ચકાસણી કરી હતી. 
Feb 20,2021, 18:30 PM IST
વલસાડ:3 મહિનામાં 90 હજાર રૂપિયા કમાવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપીંડી
એક મુસ્લિમ પરિવારે મક્કા મદીનામાં મોટેલ અને ટેન્ટ તેમજ હૈદ્રાબાદમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવાના નામે આશરે 25 જેટલા લોકો પાસેથી પૈસા બમણા કરી આપવાના બહાને પૈસા ઉઘરાવી કરોડોની છેતરપિંડી કર્યાનું પ્રકાશમાં આવ્યું છે. હાલ પરિવાર આખો દેશ પલાયન કરી ચુકયો છે. વલસાડના મોટા તાઇવાડ મસ્જિદ પાસે રહેતા 44 વર્ષીય સાદ્દીકમહમદ નજમલહુશેન ઈસબના ઘરની નજીકમાં રહેતી ઝેબા મુબારક અબ્દુલ સાથીયાએ તેમને 3 વર્ષ પહેલા જણાવ્યું હતું કે, તેમની મક્કા મદીનામાં મોટેલો અને મુંબઈ હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં કન્ટ્રક્શનનો વ્યવસાય કરતી કંપનીઓ સાથે તેમનો વ્યવહાર ચાલે છે. તેમજ મક્કા મદીનામાં ટેન્ટ ભાડે રાખે છે. હજના સમયે ડબલ ભાડું વસૂલી કમાણી કરે છે. તમારે રોકાણ કરવું હોય તો રૂપિયા એક લાખથી રોકાણ કરી શકો છો. તમને માત્ર 3 માસમાં 90 હજાર કમાવવા મળશે જેવી લોભામણી લાલચો આપીને વલસાડના 23થી વધારે લોકોને ચૂનો ચોપડ્યો છે.
Jan 20,2020, 18:05 PM IST

Trending news