ABVP-NSUI ઘર્ષણ મામલે ''તપાસ ચાલુ છે'' કહેવા ગૃહમંત્રી પ્રદિપસિંહની પત્રકાર પરિષદ

ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજા દ્વારા સાંજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે NSUI ધ્વારા ABVP ના કાર્યાલય પર હુમલાનું કાવતરૂ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોવાની વાત કરી હતી. આ ઉપરાંત આ સમગ્ર કેસની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઇને ક્રાઇમબ્રાંચને સોંપી દેવામાં આવી હોવાની વાત પણ તેમણે કરી હતી. જો કે પત્રકારો દ્વારા પુછાયેલા મોટા ભાગનાં સવાલોનાં જવાબ ચાતરી અને આ તપાસનો વિષય છે અને આ અંગે તપાસ ચાલી રહી છે તેવા જવાબો આપ્યા હતા. માત્ર NSUI ધ્વારા હુમલાનું કાવત્રું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તે એક જ વાતનું રટણ કર્યું હતું. બાકી તમામ સવાલોનાં જવાબ તેમણે હાલ આ મુદ્દો તપાસ હેઠળ છે દ્વારા જ આપ્યા હતા. 

ABVP-NSUI ઘર્ષણ મામલે ''તપાસ ચાલુ છે'' કહેવા ગૃહમંત્રી પ્રદિપસિંહની પત્રકાર પરિષદ

અમદાવાદ : ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજા દ્વારા સાંજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે NSUI ધ્વારા ABVP ના કાર્યાલય પર હુમલાનું કાવતરૂ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોવાની વાત કરી હતી. આ ઉપરાંત આ સમગ્ર કેસની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઇને ક્રાઇમબ્રાંચને સોંપી દેવામાં આવી હોવાની વાત પણ તેમણે કરી હતી. જો કે પત્રકારો દ્વારા પુછાયેલા મોટા ભાગનાં સવાલોનાં જવાબ ચાતરી અને આ તપાસનો વિષય છે અને આ અંગે તપાસ ચાલી રહી છે તેવા જવાબો આપ્યા હતા. માત્ર NSUI ધ્વારા હુમલાનું કાવત્રું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તે એક જ વાતનું રટણ કર્યું હતું. બાકી તમામ સવાલોનાં જવાબ તેમણે હાલ આ મુદ્દો તપાસ હેઠળ છે દ્વારા જ આપ્યા હતા. 

જે પ્રકારે પોલીસ અહેવાલમાં આવ્યું છે તે પ્રકારે NSUI ના કાર્યકર્તાઓ એબીવીપીના કાર્યાલય પર જઇ રહ્યા હતા. તે દર્શાવે છે કે એનએસયુઆઇનાં કાર્યકર્તાઓની તોફાનની માનસિકતા હતી. પોલીસ અધિકારી દ્વારા ફરિયાદ નોંધીને આ સમગ્ર મુદ્દો તપાસ હેઠળ છે. તપાસના અંતે જેણે પણ આ તોફાનો કર્યા છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જો કે એનએસયુઆઇ કાર્યકર્તાઓ હુમલો કરતા હોય તેવા કોઇ ફુટેજ મળ્યા છે તેવા સવાલનાં જવાબમાં પ્રદિપસિંહ જવાબ ચાતરી ગયા હતા. તેમણે કહ્યું કે, આ સ્થળ પર હાજર પોલીસ ઇન્સપેક્ટર પોતે જે સ્થળ પર હાજર હતા તેઓ તપાસ કરી રહ્યા છે. તેનાં આધારે એનએસયુઆઇના કાર્યકર્તાઓ વિદ્યાર્થી પરિષદની ઓફીસ તરફ આવી રહ્યા હતા તેવું ફલીભુત થઇ રહ્યું છે. 

હિમતનગરની સામાન્ય સભામાં પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા
કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં પોલીસવાન પર કરવામાં આવેલો હુમલો ત્યાર બાદ શાહઆલમમાં પોલીસ પર થયેલા હુમલામાં પણ કોંગ્રેસી કોર્પોરેટરનું નામ આવ્યું હતું. અને કાલે વિદ્યાર્થી પરિષદનાં કાર્યાલય પર એનએસયુઆઇ દ્વારા સશસ્ત્ર હુમલાને જોતા લાગે છે કે કોંગ્રેસ હિંસા પર ઉતરી આવી છે. કોંગ્રેસનાં અનેક આગેવાનો પણ અમે હિંસક હુમલો કરીશું તેવી દાદાગીરી કરતા નિવેદનો આપી ચુક્યા છે. દેશમાં જે પ્રકારે રાષ્ટ્રવાદી નિર્ણયો લેવાઇ રહ્યા છે તેનાથી કોંગ્રેસ વ્યથીત છે. CAA અંગે પણ કોંગ્રેસ હિંસક વિરોધ કરવાની ધમકી આપી ચુકી છે. ભારતીય જનતા પાર્ટી માત્ર વિકાસની રાજનીતિને વરેલી પાર્ટી છે. જ્યારે કોંગ્રેસ તૃષ્ટીકરણની રાજનીતિ કરતું આવ્યું છે. માટે કોંગ્રેસે આ તૃષ્ટીકરણની રાજનીતિ બંધ કરવી જોઇએ.

નાયબમુખ્યપ્રધાન અને ગૃહરાજ્યમંત્રી વચ્ચે ચકમક જર્યાનાં અહેવાલને ફગાવ્યો
જગન્નાથ મંદિર ટ્રસ્ટ અંતર્ગત ચેરિટી કમિશનર સમક્ષ ફરિયાદ થઈ હતી સરકાર તરફથી કોઇ સૂચના આપી શકાય નહીં પોતાના સમક્ષ આપેલી અરજી અંતર્ગત નિયમ અને કાયદાની મર્યાદામાં ચેરીટી કમિશ્નરે નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુરુ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વચ્ચે ગૃહ વિભાગના અધિકારીઓ માનતા ન હોવાના મુદ્દે ચકમક જરી હોવા ની ચર્ચાનું છેદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉડાડ્યો હતો.

પત્રકાર પરિષદનાં મહત્વનાં મુદ્દા...
* એનએસયુઆઇ દ્વારા વિદ્યાર્થી પરિષદના કાર્યાલય પાસે લઈને હુમલો કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું
* આ વાતની જાણ થતા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પહોંચે અને પોલીસ સમયસર પહોંચી ગઈ આ બંને વચ્ચે સંઘર્ષ થયું જેના કારણે આ ઘટના ઉભી થઇ છે
* ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ દ્વારા શાંતિ-સલામતી તોડવા નવા પ્રકારના પ્રશ્નો ઊભા કરી રહી છે અનેક ઘટના બની છે કે કોંગ્રેસ દ્વારા હુમલા કરવાની ઘટનાઓ બની છે
* પોલીસ અધિકારીઓ દ્વારા સોનાની ફરિયાદી દુનિયા જેને આ કર્યો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે
* ગુજરાત સરકાર જામિયા મિલિયા કે જેએનયુ માં બનેલી ઘટનાઓ ન બને તે માટે સરકાર તૈયાર છે
* કોંગ્રેસ તેમના દિલ્હીના નેતાઓના દોરીસંચારથી ગુજરાતની શાંતિ વગાડવાનું પ્રયત્ન ન કરે તેવી પ્રયાસ ન મારી અપીલ છે
* ભાજપ વિકાસની રાજનીતિને વળેલી છે અને કોંગ્રેસ તુષ્ટિકરણ ની રાજનીતિ કરી રહી છે
* આજની કેબિનેટ બેઠકમાં આવી કોઈ ચર્ચા થઈ ન હોવાની વાત નો ઈન્કાર ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યો
* લોકરક્ષક ભરતી માં મહિલાઓ કે માલધારીઓને કોઈ જાતનો અન્યાય ન થાય તે દિશામાં સક્રિય સરકાર વિચારશે
* રાજ્ય સરકાર કોઇને પણ અનામતનો લાભ મળતો હોય તો એ છીનવી લેવા માગતી નથી

(ઇનપુટ: હિતલ પારેખ પાસેથી પણ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news