BBL: એક દિવસમાં બે હેટ્રિક, રાશિદ ખાન બાદ પાકિસ્તાની બોલર હારિસ રાઉફે કરી કમાલ

પાકિસ્તાનના આ બોલરે પોતાના પ્રદર્શનથી બિગ બેશ લીગમાં ઘણા લોકોને પ્રભાવિત કર્યાં છે. તેણે બુધવારે હેટ્રિક ઝડપીને પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 
 

BBL: એક દિવસમાં બે હેટ્રિક, રાશિદ ખાન બાદ પાકિસ્તાની બોલર હારિસ રાઉફે કરી કમાલ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ઉભરતા ફાસ્ટ બોલર હારિસ રાઉફે બુધવારે બિગ બેશ લીગમાં હેટ્રિક ઝડપી હતી. આ ઓસ્ટ્રેલિયન ટી20 લીગમાં દિવસની બીજી હેટ્રિક રહી. તેની પહેલા રાશિદ ખાને પણ આજે હેટ્રિક ઝડપી હતી. 

મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમતા રાઉફે સિડની થન્ડર્સ વિરુદ્ધ આ કારનામું કર્યું હતું. આ મુકાબલો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયો હતો. હારિસને મેચમાં કોઈ વિકેટ ન મળી, પરંતુ થન્ડર્સની ઈનિંગની અંતિમ ઓવરમાં તેણે મેથ્યૂ ગિલકિસ, કેલમ ફર્ગ્યુસન અને ડેનિયલ સેમસને આઉટ કર્યા હતા. તેણે ચાર ઓવરમાં 23 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. 

Enjoy Haris Rauf's hat-trick! #BBL09 pic.twitter.com/Qm8iYrIRfA

— KFC Big Bash League (@BBL) January 8, 2020

થન્ડર્સની ટીમે 5 વિકેટ પર 145 રનનો સ્કોર કર્યો પરંતુ તમામ નજર 26 વર્ષીય રાઉફ પર રહી જેણે અંતિમ ઓવરમાં પહેલા ગિલકિસને ફાઇન લેગ પર કેચ કરાવ્યો અને પછી ફર્ગ્યુસનને આગામી બોલ પર બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ આગામી બોલ પર સેમ્સને LBW કરી તેણે પોતાની હેટ્રિક પૂરી કરી હતી. તે મેલબોર્ન સ્ટાર્સ તરફથી હેટ્રિક ઝડપનાર પ્રથમ ખેલાડી છે. 

મેલબોર્ન સ્ટાર્સે 4 વિકેટ પર 148 રન બનાવીને મેચ જીતી લીધી હતી. તેના તરફથી માર્કસ સ્ટોયનિસે 44 બોલમાં 50 અને ગ્લેન મેક્સવેલે 37 બોલ પર એક સિક્સ અને 8 ચોગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા. 

આ પહેલા અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાને એકવાર ફરી સાબિત કર્યું કે, આખરે કેમ તેને હાલના સમયમાં સૌથી ખતરનાક લેગ સ્પિનર કહેવામાં આવે છે. તેણે સિડની સિક્સર્સ અને એડિલેડ સ્ટ્રાઇકર્સના મુકાબલામાં હેટ્રિક ઝડપી હતી.

— KFC Big Bash League (@BBL) January 8, 2020

તેણે 11મી ઓવરના અંતિમ બે બોલ પર સિડનીના બેટ્સમેન જેમ્સ વિન્સ અને જેક એડવર્ડ્સને આઉટ કર્યાં હતા. ત્યારબાદ 13મી ઓવરા પ્રથમ બોલ પર જોર્ડન સિલ્કને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી હતી.

રાશિદે સિક્સર્સના કેપ્ટન ડેનિયલ હ્યૂજ (17)ની વિકેટ પણ ઝડપી હતી. તેણે ચાર ઓવરમાં 22 રન આપીને ચાર વિકેટ લીધી હતી. પરંતુ આ મેચમાં તેની ટીમનો પરાજય થયો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news