Live: દુષ્કર્મ સાંખી નહી લેવાય, આરોપીઓને કડક સજા કરાવવા સરકાર કટિબદ્ધ
સુરત વડોદરા અને રાજકોટનાં દુષ્કર્મમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જે ગુનાઓમાં આરોપીઓ ઝડપાયા નથી તેમને ઝડપવા માટે કામગીરી ચાલી રહી છે. વડોદરાનાં કિસ્સામાં 25 જુદી જુદી ટીમ બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે. ત્રણેય ઘટનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોલીસ તંત્ર અને ગૃહ વિભાગને કામે લગાડ્યું છે. ત્રણેય કેસામાં સ્પેશ્યલ પ્રોસિક્યુટરની નિમણુંક કરીશું. ત્રણેય કેસોની ચાર્જશીટ ઝડપથી થાય અને કાર્યવાહી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તેવા પ્રયા કરીશું.
Trending Photos
અમદાવાદ : સુરત વડોદરા અને રાજકોટનાં દુષ્કર્મમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જે ગુનાઓમાં આરોપીઓ ઝડપાયા નથી તેમને ઝડપવા માટે કામગીરી ચાલી રહી છે. વડોદરાનાં કિસ્સામાં 25 જુદી જુદી ટીમ બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે. ત્રણેય ઘટનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોલીસ તંત્ર અને ગૃહ વિભાગને કામે લગાડ્યું છે. ત્રણેય કેસામાં સ્પેશ્યલ પ્રોસિક્યુટરની નિમણુંક કરીશું. ત્રણેય કેસોની ચાર્જશીટ ઝડપથી થાય અને કાર્યવાહી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તેવા પ્રયા કરીશું.
કન્વીક્શન મહત્તમ રહે એટલે કે ફાંસીની સજા થાય તેવા પ્રયાસો કરીશું. બળાત્કારનો ભોગ બનેલી દિકરીઓને વિક્ટીમ કમ્પનસેશન એક્ટ હેઠળ આર્થિક સહાય મળી રહે તેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. સરકારે સંપુર્ણ સંવેદના સાથે ગુજરાતની એક પણ દિકરી સાથે આવી ઘટના ન બને તે માટે તમામ એસપી સહિતનાં ઉચ્ચ અધિકારીઓને સુચના આપવામાં આવી છે. 181 અભયમ ટીમને પણ સચેત કરવામાં આવી છે. અવાવરૂ સ્થાને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ગુડ ટચ તથા બેડ ટચ અંગે જાગૃતી લાવવાનાં પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
બગોદરા હાઈવે પર અકસ્માતમાં CM રૂપાણીના ભાભી થયા ઈજાગ્રસ્ત
જનજાગૃતી લાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ઉપરાંત કોઇ પણ પરિવારમાં શોષણનાં કૃત્ય થતા હશે તો મારી અપીલ છે કે પોલીસનાં ધ્યાને લાવવામાં આવશે તો અમે ચોક્કસ તાત્કાલીક અસરથી પગલા લઇશું. નાની દિકરીઓ પરનાં બળાત્કારનો એમેન્ડેન્ટ એક્ટ લવાયો છે. સુરતનાં અઠવા લાઇન અને ડિંડોલીનાં આરોપીઓને અનુક્રમે 20 વર્ષ અને છેલ્લા શ્વાસ સુધી જેલની સજા અપાવવામાં સફળ રહ્યા. ડિંડોલી બળાત્કારનાં આરોપીને ફાંસીની સજા અપાવી છે. આ તમામ કેસમાં રાજ્ય સરકાર કોર્ટની મદદથી તપાસ ઝડપી કરીને તેમને મહત્તમ સજા મળે તેવા પ્રયાસો કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે