ગ્રીષ્માના પરિવારને મળીને હર્ષ સંઘવી ભાવુક થયા, કહ્યું-આરોપીને સજા કર્યાનો આંનદ નથી કારણે આપણે ગ્રીષ્માને ગુમાવી છે

Harsh Sanghvi Met Grish's Family : ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસી અપાવવાનું વચન પૂર્ણ કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવાર સાથે કરી મુલાકાત... ગ્રીષ્માના પરિવારને સાંત્વના આપી ભાવુક થયા હર્ષ સંઘવી... 

ગ્રીષ્માના પરિવારને મળીને હર્ષ સંઘવી ભાવુક થયા, કહ્યું-આરોપીને સજા કર્યાનો આંનદ નથી કારણે આપણે ગ્રીષ્માને ગુમાવી છે

તેજશ મોદી/સુરત :સુરતઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરશે ગ્રીષ્માના પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેઓ પાસોદરા સ્થિત ગ્રીષ્માના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ હત્યારાને ફાંસી અપાવવાનું વચન આપ્યુ હતું. ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસી અપાવવાનું વચન પૂર્ણ કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેઓ ગ્રીષ્માના પરિવારને સાંત્વના આપી ભાવુક થયા હતા.  

આ મુલાકાત સમયે હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે, હું ગુજરાતની સૌ બહેનોને કહેવા માગું છું કે અમે તમારી સાથે છીએ. કોઈ પણ તકલીફ હોય તો બહેન દીકરીઓ પોલીસ પાસે આવજો. ગુજરાત પોલીસ કોઈ ને છોડશે નહિ. આ ચેતવણીને સમજી લેજો. તમામ દીકરાઓ પર ધ્યાન રાખો અને ચિંતા માતા પિતાએ કરવી જોઈએ. સમાજને સાથે રાખી પોલીસ સારું કાર્ય કરી રહી છે. ગ્રીષ્માના આરોપીને સજા કર્યાનો આંનદ નથી કારણે આપણે એને ગુમાવી છે. પોલીસ પાસે જાઓસ એ તમારી મિત્ર છે, ભાઇ છે. તમારી તકલીફ પોલીસ સુધી પહોંચાડશે. ગ્રીષ્માની આત્માને કાલે શાંતિ મળી હશે. તમામ આવા કેસોમાં પરિવારને ન્યાય મળશે. તમામ કેસો મારા રડારમાં જ છે. હું તમામ કેસો પણ ધ્યાન રાખી રહ્યો છું. આવા કેસોમાં આવતાં નિર્ણયો દાખલો બેસાડશે.

બીજી તરફ, ગ્રીષ્મા હત્યા કેસના કોર્ટના ચુકાદાથી ગ્રીષ્માનો પરિવાર ખુશ છે. ગ્રીષ્માનો પરિવાર ગૃહ રાજ્યમંત્રીનું સન્માન કરશે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ અધિકારીઓનું સન્માન કરશે. આ માટે રામ ધૂન કરવાનું પણ વિશેષ આયોજન કરાયુ છે. 

નોંધનીય છે કે, ગ્રીષ્માની હત્યા થઈ ત્યારબાદ તેના પરિવારજનો સાથે મુલાકાત કરી ગૃહ રાજ્યમંત્રીએ વચન આપ્યું હતું કે આરોપીને કડકમાં કડક સજા કરાવવામાં આવશે... ફેનિલને ફાંસીની સજા થતાં જ હવે હર્ષ સંઘવીએ પોતાનું વચન પાડી બતાવ્યું છે ત્યારે વચન પૂર્ણ થતાં તેઓ ગ્રીષ્માના પરિવારજનો સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે... આપને જણાવી દઈએ કે દોષિત ફેનિલે એક તરફી પ્રેમમાં ગ્રીષ્માનું ગળુ કાપી જાહેરમાં ઘાતકી હત્યા કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news