ગુજરાતની ટીમે ડાંડિયા- ગરબામાં રમઝટ બોલાવી, રાશિદે ગુજરાતી સોંગ પર ડાન્સ, પણ નહેરાજી આ શું કરી બેઠા?

આમ તો આ વીડિયો આજનો નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો ગુજરાત ટાઈટન્સનો આ વીડિયો ગુજરાત ફાઉન્ડેશન ડેના દિવસનો છે. ગુજરાતના સ્થાપના દિવસે અનોખી રીતે ગુજરાત ટાઈટન્સની ટીમે ઉજવણી કરી હતી. જેમાં કેપ્ટન હાર્દિક પાંડ્યા અને વાઈસકેપ્ટન રાશિદ ખાન ગુજરાતી પોશાકમાં જોવા મળ્યા હતા.

ગુજરાતની ટીમે ડાંડિયા- ગરબામાં રમઝટ બોલાવી, રાશિદે ગુજરાતી સોંગ પર ડાન્સ, પણ નહેરાજી આ શું કરી બેઠા?

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાં ગુજરાત ટાઈટન્સની ટીમની ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. ટીમે અત્યાર સુધી 10 મેચમાં 8 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પહેલા નંબરે છે. પરંતુ હાલ આ સમાચાર નથી. અહેવાલ છે કે ગુજરાતની વાત કરતા હોય અને તેમાં ગરબા ના હોય તો બધું અધૂરું છે. વિદેશી ખેલાડીઓને પણ ગુજરાતી વાનગીઓથી માંડીને ગુજરાતી બોલી, અને ખાસ કરીને ગરબાની જબરી તાલાવેલી લાગી છે.

સોશિયલ મીડિયા પર ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં ગુજરાતી ખેલાડી સહિત વિદેશી ખેલાડીઓ ગરબાની રમઝટ બોલાવતા હોય તેવું પ્રતિત થાય છે.

No description available.

આમ તો આ વીડિયો આજનો નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો ગુજરાત ટાઈટન્સનો આ વીડિયો ગુજરાત ફાઉન્ડેશન ડેના દિવસનો છે. ગુજરાતના સ્થાપના દિવસે અનોખી રીતે ગુજરાત ટાઈટન્સની ટીમે ઉજવણી કરી હતી. જેમાં કેપ્ટન હાર્દિક પાંડ્યા અને વાઈસકેપ્ટન રાશિદ ખાન ગુજરાતી પોશાકમાં જોવા મળ્યા હતા.

ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત ફ્રેંચાઈઝીની ટીમે એક પ્રોગ્રામનું આયોજન કર્યું. તેમાં હાર્દિક અને રાશિદની સાથે બાકી ખેલાડીઓએ જોરદાર ગુજરાતી ગરબાની રમઝટ બોલાવી હતી. રાહુલ તેવતિયા અને ટીમના કોચ આશિષ નહેરાએ પણ ગુજરાતી ડાંડિયા પર પોતાનો હાથ અજમાવ્યો હતો. જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં પ્રશંસકોને આંખે ઉડીને વળગી છે.

No description available.

તમને જણાવી દઈએ કે આઝાદી સમયે મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને રાજ્યો એક જ હતા. ત્યારબાદ 1 મે 1960ના રોજ બન્ને અલગ અલગ રાજ્યો બન્યા હતા. ત્યારથી આ દિવસ એટલે કે 1 મે ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાતી ગરબા અને ડાંડિયામાં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર અને ગુજરાત ટીમના ખેલાડી રાશિદ ખાનની હાલ ચારેબાજુ ચર્ચા છે. ગુજરાત સ્થાપના દિવસે આયોજિત કાર્યક્રમમાં રાશિદ ગુજરાતી પોશાકમાં એકદમ ગુજરાતી લાગી રહ્યો છે. એટલું જ નહીં તેણે પોતાના સોશિયલ મીડિયા પર અમુક ફોટોઝ શેર કરીને ગુજરાતીઓને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. અને ગુજરાતી પોસ્ટમાં લખ્યું હતું કે ગુજરાત દિવસની હાર્દિક શુભકામનાઓ.. હેપ્પી ગુજરાત ડે.

No description available.

બીજી બાજુ ગુજરાત ફ્રેંચાઈઝીએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં ખેલાડીઓ ડાંડિયા રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં રાશિદ ખાન ગુજરાતી પાઘડી પહેરેલી જોવા મળે છે. જ્યારે ગુજરાત ટીમના કોચ નહેર ગુજરાતીમાં બોલે છે ક હેપ્પી ગુજરાત ડે, આવા ડે.

— Gujarat Titans (@gujarat_titans) May 2, 2022

ઉલ્લેખનીય છે કે, આજે પોઈન્ટ ટેબલમાં પહેલા નંબરની ગુજરાત ટાઈટન્સ અને છેલ્લા નંબરે રહેલી મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આમ તો મુંબઈ ઈન્ડિયન્સ માટે હવે કંઈ ખોવાનું બચ્યું નથી. પરંતુ ગુજરાત ટાઈટન્સ આજની મેચ જીતી જશે તો પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની જશે. તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઈટન્સને ગત મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુંબઈની ટીમ પોતાનું સમ્માન બચાવવા માટે જીતવાની કોશિશ કરશે.

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news